Mysamachar.in-જામનગર:
જામનગર કોર્પોરેશન સાંઇનાથ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના વાહનો ભાડે રાખી ને ખરેખર કરે છે શુ? કેમકે આ વાહનો માત્ર ઓફીશીયલ ઉપયોગમા જ લેવાય છે કે અન્ય ખાનગી ઉપયોગમા પણ લેવાય છે? તે બાબતે શંકા કુશંકાઓએ જોર પકડ્યુ છે, અને મળેલા કાગળો પરથી પણ આવું જણાઈ આવે છે, વધુમાં વાહન ભાડે રાખવા એજન્સી નક્કી કરવા માટે ટેન્ડરની સમગ્ર પ્રક્રિયા શા માટે છુપાવાઇ છે તે પણ આક્ષેપ સાથે સવાલ છે, એક જાગૃત નાગરિકે માહિતી માંગી તો માત્ર અમુક બિલ જ આપવામા આવ્યા જેમા ફીક્સ ભાડા જ દર્શાવાયા તેના જીએસટી સિવાયના કર અંગે કોઇ સ્પષ્ટતા નથી ભાવ કોણ નક્કી કરે છે તે જણાવ્યુ નથી કોણે આ ટ્રાવેલ્સ અને ક્યા ધોરણે નક્કી કર્યુ તેના કોઇ ઠરાવ કે હુકમો અપાયા નથી,
લોગબુકના અમુક જ પેજ અપાયા વળી ઉદાહરણ તરીકે અમદાવાદ ગાંધીનગર નુ ફીક્સ ભાડુ ૨૪૦૦૦/- દર્શાવાયુ અને ચુકવાયુ તો કેટલા વાહન ગયા કેટલુ રોકાણ કી.મી દીઠ ચાર્જ હોલ્ડિંગચાર્જ કે કંઇ સ્પષ્ટ નથી, આ તો માત્ર એક જ દાખલો છે આવા મુદા દરેક બિલમાંથી નીકળે છે જે દરેકની અલગ અલગ માહિતી માંગવી પડે તેમ છે સાથે-સાથે માહિતી વધુ કાગળો ઉપર કે તેની સંખ્યા ઉપર નહી પરંતુ તેમા જરૂરી દસ્તાવેજો કેટલા છે તેના ઉપર આધાર રાખે છે, માત્ર બીલોની કોપી અને જુજ લોગબુકની ઝેરોક્ષ સિવાય બે વર્ષની વાહનોના કરારની શરતોની ભાવની વગેરે વિગતો મનપા દ્વારા છુપાવવામાં આવી હોય તેમ હાલ મળેલ માહિતી પરથી લાગે છે, ટેન્ડર પ્રક્રિયા અને ત્રણ ભાવ મામલે કોર્પોરેશને આ માનીતા ટ્રાવેલ્સ માટે કોઇ કાયદેસર પ્રક્રિયા કરી જ નથી માટે ગેરરીતી અને ગઠબંધન ની શંકા પ્રબળ બની છે, તેમજ ચોક્કસ કર્મચારી જે દરેક લગત ને સાચવે છે તેનુ ટ્રાવેલ્સ હોય દરેક બાંધછોડ ચાલે છે તેવા આક્ષેપ સામે કોર્પોરેશન શુ જવાબ આપશે? તે પણ રસપ્રદ બની રહેશે.