Mysamachar.in:જામનગર
જામનગરના સાંસદ પૂનમબેન માડમ ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનમા ભારત સરકાર વતી ભાગ લેવા બહેરીન પહોંચ્યા છે. જ્યા વિશ્વભરના પસંદ થયેલા સાંસદો 146મી IPU એસેમ્બલી માટે બહેરીનમાં એકત્રીત થયા છે નોંધપાત્ર બાબત એ છે કે, આ વખતે અસહિષ્ણુતા સામે લડવુ એટલે કે સહિષ્ણુતાની સ્થાપના કરવી તે થીમ છે જે ભારતનું ગૌરવ છે.
IPU એ રાષ્ટ્રીય સાંસદોનું વૈશ્વિક સંગઠન છે. તેની સ્થાપના 133 વર્ષ પહેલાં વિશ્વની પ્રથમ બહુપક્ષીય રાજકીય સંસ્થા તરીકે કરવામાં આવી હતી, જે તમામ રાષ્ટ્રો વચ્ચે સહકાર અને સંવાદને પ્રોત્સાહન પુરૂ પાડે છે અને શાંતિપુર્વક રીતે સામાજીક રીતે સમાનતા સાથે અને અસ્તિત્વના સંવર્ધન માટે સૌ સમાજ ને સમાન તક પુરી પાડવા આ વખતેની થીમ “અસહિષ્ણુતા સામે લડવુ” તે છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય પરંપરા અને સંસ્કૃતિની અનેકવિધ ભવ્યતા છે. તે ભવ્યતામાં અનેક આદર્શોની જેમ સહિષ્ણુતા એ મુખ્ય છે, તેમજ નોંધપાત્ર બાબત એ પણ છે હાલ જ્યારે G 20 નું ભારત યજમાન છે ત્યારે ભારતની પાયાની શાશ્ર્વત સુત્રાત્મક “વસુધૈવ કુટુંબકમ” ની થીમ વૈશ્વિકફલક ઉપર સ્વીકૃત થઇ રહી છે.
ત્યારે સમગ્ર વિશ્વમાં આ અભિયાન એક જનઆંદોલન બનશે અને સાંસદોના ભવન એવા સંસદભવન અને તેમાં કામ કરનારાઓ માટે સંસ્થાઓ ને પ્રેરીત કરવાનું અને સદગુણથી સમૃદ્ધ કરવા પ્રોત્સાહીત કરશે.
આ મહત્વપુર્ણ શેડ્યુઅલ અંતર્ગત IPUની તમામ સંસદીય સંસ્થાઓની બેઠક મળી રહી છે. જેમાં તેની ચાર વિષયોની સ્થાયી સમિતિઓ, મહિલા સંસદોનો મંચ યુવા સંસદસભ્યોનો મંચ અને સંસદસભ્યોના માનવ અધિકારોની સમિતિનો સમાવેશ થાય છે. જેમાં ભારતનું પ્રતિનિધીત્વ ૧૨- જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ કરી રહ્યા છે તે સમગ્રપણે ગૌરવપૂર્ણ બાબત છે.
વિશેષ નોંધપાત્ર બાબત એ પણ છે કે લોકસભા સ્પીકર ઓમ બીરલાજી સાથે સંસદસભ્ય પૂનમબેન માડમ આર્મેનિયા અને ઇજિપ્તના સ્પીકરને મળ્યા હતા અને ભારત અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ભારતીય દ્વારા આપવામાં આવેલા યોગદાન અંગે ચર્ચા કરી હતી.
ભારત સરકાર વતી બહેરીનમાં ઇન્ટરપાર્લામેન્ટરી યુનિયન સેશનમાં ભાગ લેવા પહોંચેલા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદસભ્ય પૂનમબેન માડમ ભાગ લેવા ગયા છે. તે વખતે બહેરીનમાં વસતા અને આપણા રાષ્ટ્રઅને રાજ્યનું નામ રોશન કરતા ગુજરાતી પરીવારના ભાઇઓ-બહેનોની મુલાકાત દરમ્યાન તેઓએ વિદેશમાં જે રીતે રાષ્ટ્રનું ખમીર ઝળકાવ્યું છે તે જાણકારીની આપ લે કરી સાંસદ પૂનમબેનએ સૌને પ્રગતીની શુભકામનાઓ પાઠવી હતી.