Mysamachar.in-વડોદરાઃ
મેટ્રો સિટી વડોદરામાં હાલ એક પૈસેટકે સુખી અને સુશિક્ષીત પરિવારની ભારે ચર્ચા જાગી છે. આ પરિવારની 72 વર્ષિય મહિલાએ પોતાની 45 વર્ષિય પૂર્વએરહોસ્ટેસ પુત્રવધુ વિરુદ્ધ ચારિત્ર્ય અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેની પુત્રવધુના ડ્રાઇવર સાથે આડાસંબંધ છે. એટલું જ નહીં ઘરે કોઇ ન હોય ત્યારે આ ડ્રાઇવર મળવા આવતો. ફરિયાદના આધારે પોલીસ પુત્રવધુની અટકાયત કરી તપાસ કરી હતી, જેમાં કેટલીક રોચક માહિતી મળી આવી હતી. જેમાં પુત્રવધુ અને ડ્રાઇવર વચ્ચે વોટ્સએપ પર અભદ્ર ચેટિંગ, અશ્લિલ ફોટા મળી આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં સાસુએ જણાવ્યું કે લગ્ન બાદ આડાસંબંધ રાખતી તેની પુત્રવધુ છેલ્લા કેટલાક સમયથી પુત્ર, સાસુ અને સસરાને ધમકી આપતી હતી. જેમાં પુત્રવધુ ધમકી આપતી કે પૈસા આપો તો છુટાછેડા આપીશ, નહીં તો તમને બધાને ઝેરી દવા પીને ખોટા કેસમાં ફસાવી દેશે. જો કે પાણી નાકથી ઉપર જતાં 75 વર્ષિય સાસુએ પોલીસ સ્ટેશનમાં સમગ્ર હકિકત જણાવી પુત્રવધુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. હાલ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બીજી બાજુ શ્રીમંત પરિવારમાં આવી રીતે બનેલી ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
અહીંથી શરૂ થઇ પ્રેમકહાની
કારેલીબાગ વિસ્તારમાં રહેતા આ પરિવારના પુત્રએ પૂર્વએરહોસ્ટેસ સાથે પ્રેમલગ્ન કર્યા હતા, ત્યારબાદ બંનેને સંતાનમાં 19 વર્ષનું પુત્ર પણ છે. જો કે 22 વર્ષનું દાંપત્ય જીવન હાલ પડી ભાંગવાના આરે છે, કારણ કે પૂર્વ એરહોસ્ટેસના અન્ય વ્યક્તિ સાથે આડાસંબંધ શરૂ થયા. પૂર્વએરહોસ્ટેસને ડોગ પ્રત્યે ખાસ લગાવ હતો, આથી અંદાજે બે વર્ષ પહેલા ઘર પાસે રખડતાં કુતરાને ઇજા થતા તેણીએ ડોગ કમ્પલેઇનમાં ફોન કર્યો હતો. બાદમાં ડોગ કેર વાન આવી કુતરાને સારવાર માટે લઇ ગઇ. જો કે આ દરમિયાન વેનના ડ્રાઇવર અને પૂર્વએરહોસ્ટેસ સાથે આંખ મળી ગઇ અને બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે પણ થઇ ગઇ. બાદમાં ધીમે ધીમે બંને વચ્ચે પ્રણયફાગ ખીલ્યો અને પૂર્વએરહોસ્ટેસે સાસરિયાવાળાને અંધારામાં રાખી જ્યારે ઘરે કોઇ ન હોય ત્યારે પ્રેમીને બોલાવવાનું શરૂ કર્યું. અંતે આડાસંબંધની જાણ પૂર્વએરહોસ્ટેસની 72 વર્ષિની સાસુને થઇ અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

























































