Mysamachar.in-રાજકોટ
રાજકોટમાં આવેલા આજી GIDCમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફેક્ટરીમાં કેમિકલ હોવાને કારણે આગે ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના 8 વાહનો આવી પહોંચ્યા હતા, અને પાણીનો મારો શરૂ કર્યો હતો, પરંતુ ફેક્ટરીમાં નેપ્થા નામનું કેમિકલ હોવાને કારણે પાણીના છટકાવને કારણે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેના કારણે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર સહિત પાંચ કર્મચારીઓ દાજી ગયા હતા.
રાજકોટ ખાતે આવેલી આજી GIDC ખાતે આવેલી કલર કંપનીમાં ભીષણ આગ લાગી છે. ભયંકર આગના કારણે નજીક વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. જ્યારે ઘટનાની જાણ થતા 10થી વધુ ફાયર બ્રિગેડ અને પોલીસ દળો પહોંચ્યા છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ દરમિયાન ફાયર બ્રિગેડના 5 કર્મચારીઓના શ્વાસ રૂંધાતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આજી GIDCમાં આગથી મોટા નુકસાનની આશંકા સેવાઈ રહી છે.
કલર બનાવતી ફેક્ટરીમાં બપોરે ત્રણ વાગ્યા આસપાસ ભીષણ આગની ઘટના સામે આવી હતી..આગ એટલી વિકરાળ હતી કે અનેક કિમી દૂર સુધી ધૂમાડા જોવા મળી રહ્યા છે. આગમાં ફાયરબ્રિગેડના પાંચ કર્મચારી દાઝી જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ફાયર બ્રિગેડે આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ આગ કોઈ બ્લાસ્ટના કારણે લાગી હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. આગના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડ તંત્ર દોડતું થઈ ગયું છે. તો આગ કાબુમાં નહીં આવે તો જરૂર પડ્યે જામનગર અને જુનાગઢના ફાયર ફાઇટરોની પણ મદદ લેવાની તૈયારી દર્શાવવામાં આવી છે.