Mysamachar.in-જામનગર:
જામનગર ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશભાઈ ઘરેથી ગુમ થયા બાદ ગઈકાલે તેની હત્યા કરાયેલ લાશ ટીટોડીવાડી નજીક થી મળી આવતા આ મામલે જામનગરના ખારવા સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે,અને આજે ખુબ મોટી સંખ્યામાં ખારવા સમાજના ભાઈઓ બેહનો એ સેતાવાડ થી રેલી યોજી અને એએસપી ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી,
રજુઆતમાં જણાવાયું છે કે જે રીતે પૂર્વ પ્રમુખની ક્રૂર હત્યા થઇ છે જેને કારણે સમાજમાં ભારે આઘાત ની લાગણી જોવા મળી રહી છે,અને આ હત્યાના આરોપીઓને તાકીદે ઝડપી અને કડક કાર્યવાહી કરવામા આવે તેવી માંગ પણ સમાજ દ્વારા કરવામાં આવી છે,એએસપી સંદીપ ચૌધરી એ પણ કહ્યું હતું કે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે એલસીબી સહિતની ત્રણ ટીમોની રચના કરી નાખવામાં આવી છે અને આરોપીઓનું પગેરું જલ્દી મળે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાનું તેવોએ જણાવ્યું હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો