mysamachar.in-સુરેન્દ્રનગર:
રાજ્ય સરકાર દ્વારા મહિલા સુરક્ષાના પોકળ દાવાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓ અસુરક્ષિત હોવાનું અનુભવતી હોય તેવું તાજેતરમા જ મહિલાઓ સાથે બનતી ઘટનાઓ પરથી લાગી રહયુ છે.દેવભૂમિ દ્વારકા અને જામનગર જીલ્લામાં હમણાં જ દુષ્કર્મના બનાવો બાદ કોડીનારમાં સગીરાની હત્યાનો બનાવ તાજો જ છે,તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટમાં જ ૫ દિવસમાં બે દુષ્કર્મના બનાવો પડઘા શાંત પડ્યા નથી,ત્યાં જ સાયલા પાસે મહિલા સાથે દુષ્કર્મ આચારવાના નિષ્ફળ પ્રયાસ બાદ હત્યાનો વધુ એક બનાવ સામે આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે,
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઉમાપુર ગામની અને સાયલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી પરિણિતા દિપ્તીબેન વડીયા ગામના તળાવ પાસે ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં કુટુંબીના ધ્યાને આવતા તાકીદે સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવી તેણીના પતિને જાણ કરીને હોસ્પિટલ ખાતે બોલાવી લેવામાં આવ્યા હતા,ત્યારબાદ પરિણીતાની હાલત વધુ ગંભીર થતા ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવે તે પહેલા રસ્તામાં જ પરિણિતાનું મોત નીપજ્યું હતું,
દરમ્યાન એમ્બ્યુલન્સમાં સારવારમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે ઘાયલ દિપ્તીબેને તેના પર બનેલ બનાવની આપવીતી જણાવીને શાંતુ કાઠી તેની લાલ કલરની ઇકો કાર લઈને નીકળેલ તેમાં હું બેસી સાયલા તરફ નીકળતા શાંતુ કાઠી દ્વારા પરિણીતા દિપ્તીબેન પર નજર બગાડીને બીભત્સ માંગણી કરી હતી,દિપ્તીબેન તાબે ન થતાં ચાલુ ઇકો કારે બંને વચ્ચે ઝપાઝપીમાં શાંતુએ વડીયા તળાવ પાસે ચાલુ કારે દિપ્તીબેનને ફેંકી દીધાની મૃત્યુ અગાઉ કેફિયત આપી છે,
પરિણિતાને અમદાવાદ હોસ્પિટલ પહોંચે તે પહેલા સાણંદ નજીક મૃત્યુ નિપજતા લાશને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજમાં ખસેડી છે અને આરોપી ઇકો કારચાલક દ્વારા પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યુ છે કે છેડતી જ કરાઇ છે તેમજ તેણીને ઇકો કારમાંથી ફેંકતા સમયે તેના માથા તથા શરીર પરની ઇજા ફેકવાથી થઈ છે કે અન્ય હથિયાર કે બોથડ પદાર્થ મારીને હત્યા કરાઇ છે,તેવા બધા પ્રશ્નોનાં જવાબ પી.એમ.રિપોર્ટ બાદ જ ખ્યાલ આવી શકશે તેવું પોલીસ જણાવી રહી છે અને પોલીસ દ્વારા હાલમાં આરોપી ઇકો કારચાલકની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.