Mysamachar.in-અમદાવાદ
ટેક્નોલોજીનો વ્યાપ વઘતા સોશ્યલ મીડિયાનો દૂરઉપયોગ પણ વધી રહ્યો છે. સોશ્યલ મીડિયા મારફતે યુવતીઓ પરેશાન કરી સામાજિક બદલો કે એક તરફી પ્રેમનો બદલો લેવા માટે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાના કિસ્સાઓ રોજબરોજ સામે આવી રહ્યા છે. સાયબરક્રાઇમના આ પ્રકારના કિસ્સાઓઓની ફરિયાદોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થતો રહે છે. આવો જ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. જેમાં યુવકે બનાવટી ફેસબુક એકાઉન્ટ બનાવી યુવતીને કોલગર્લ હોવાનું દર્શાવી તેનો મોબાઇલ નંબર વાયરલ કરીને બદનામ કરવાનો કારસો કર્યો હતો. જો કે સાયબર ક્રાઈમ દ્વારા વાત વધુ વણસે તે પૂર્વે યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે,
સાબરકાંઠામાં વસવાટ કરતા રોશન નામના યુવકે લગ્ન માટે Shadi.com પર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. જે બાદ એક યુવતી સાથે તેનો સંપર્ક થયા બાદ બન્નેએ એકબીજા સાથે મોબાઈલ નંબરની આપ-લે કરી વાતચીત પણ કરતા હતાં. આ સમય દરમિયાન યુવકની સગાઈ અન્ય યુવતી સાથે નક્કી થઈ જતા ફરિયાદી યુવતી ગુસ્સે થઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ગુસ્સે ભરાયેલા રોશને એક મિત્રના બીજા નંબર પરથી ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવતીને બદનામ કરવા માટેનુ કાવતરું ઘડી નાખ્યું હતું. યુવતીના ફોન નંબર સાથે તેની કેટલીક તસ્વીરો સાથે તે યુવતી કોલગર્લ છે તેવું દર્શાવીને તેની આવી વિગતો વાયરલ કરી હતી. યુવતીને અનેક બિભત્સ ફોન આવતા હોવાથી તેણીએ સાયબર ક્રાઇમનો સંપર્ક કરી ફરિયાદ આપતા પોલીસે સોશિયલ મીડિયા મારફતે યુવતીને પરેશાન કરતા શખ્સની ધરપકડ વધુ તપાસ શરુ કરી છે.