Mysamachar.in-જામનગર:
જામનગર શહેર સહીત આસપાસના વિસ્તારોમાં આજે સાંજે 7:14 મીનીટે લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે, બહુમાળી બિલ્ડીંગોમાં રહેતા લોકો તો આ આંચકાના ભયથી દોડી અને બહાર નીકળી ગયા હતા, સતાવાર રીતે જાણવા મળતી વિગતો મુજબ તીવ્રતા 4.3 ની હતી જયારે ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 14 કિલોમીટર દુર હોવાનું જાણવા મળે છે.જામનગર શહેર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના કેટલાક વિસ્તારોમાં પણ લોકોએ આંચકનો અનુભવ કર્યો છે, તો જામનગરના લાલપુર સહિતના વિસ્તારોમાં પણ આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે.

























































