mysamachar.in-દેવભુમિ દ્વારકા
કોર્ટની મુદ્દતમાં આવેલા મહિલા અસીલ અને તેના સીનીયર વકીલ કોર્ટની બહાર નાસ્તો કરવા જતાં સમયે મહિલા અસીલના સસરા,કાકાજી સસરા બન્નેએ ખાર રાખીને વકીલ પર હુમલો કરીને ગડદાપાટુનો માર મારવાના દ્રશ્યો ઓખાની મેઇન બજારમાં સર્જાતા ચકચાર મચી હતી,
ઓખાની કોર્ટમાં ચંદુલાલ સામાણી નામના સીનીયર વકીલ મોનાલીબેનનો ભરણ પોષણનો કેસ લડે છે ગઇકાલે આ કેસની મુદ્દત હોવાથી મોનાલીબેનના સસરા નરેશ હાથીયા,કાકાજી સસરા કમા હાથીયા બન્ને ઓખા કોર્ટમાં મુદ્દતમાં આવ્યા હતા દરમ્યાન ઓખાના સીનીયર વકીલ ચંદુલાલ તેના મહિલા અસીલ મોનાલીબેન કોર્ટની રીસેસમાં ઓખાની મેઇન બજાર જલારામ ભજીયા હાઉસ પાસે નાસ્તો કરવા જતાં હતા ત્યારે મોકો જોઈને મોનાલીબેનના સસરા નરેશ હાથીયા,કાકાજી સસરા કમા હાથીયાએ પુત્રવધુનો કેસ લડતા વકીલ ચંદુલાલ સામાણીને ગાળો આપી મારામારી કરીને પછાડી ગડદા પાટુનો માર મારતા ઓખાની મેઇન બજારમાં મારામારીના આ બનાવથી ભાગદોડ મચી જવા પામી હતી,
આ હુમલાના બનાવ બાદ ઓખાના સીનીયર વકીલ ચંદુલાલ સામાણીએ મોનાલીબેનના સસરા,કાકાજી સસરા વિરુદ્ધ હુમલાની ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.