Mysamachar.in-અમદાવાદઃ
ટેક્નોલોજીના યુગમાં માણસ જેમ જેમ એકબીજાની નજીક આવી રહ્યો છે, તેમ તેમ સામાજિક રીતે દૂર પણ જઇ રહ્યો છે, હરિફાઇના યુગમાં દોટ મૂકતા માનવીમાં કરુણા અને દયાભાવના ઓછી થઇ ગઇ હોય તેમ લાગી રહ્યું છે. આવી લાગણી અનુભવવાનું કારણ છે હાલમાં જ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જાહેર કરેલો એક રિપોર્ટ, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે દેશમાં વર્ષ 2001થી 2017 સુધીમાં પ્રેમ પ્રકરણમાં કરવામાં આવતી હત્યા મામલે ગુજરાત 156 હત્યા સાથે ત્રીજા સ્થાને છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2001માં દેશમાં 36202 હત્યા નોંધાઇ હતી, જે ઘટીને વર્ષ 2017માં ઘટીને 28653 થઈ છે. તો સંપત્તિ વિવાદમાં 12 ટકાનો ઘટાડો અને અદાવતમાં થતી હત્યામાં 4.3 ટકાનો ઘટાડો થયો છે. બીજી બાજુ પ્રેમ પ્રકરણમાં થતી હત્યામાં 28 ટકાનો વધારો થયો છે. 2017ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં પ્રેમ પ્રકરણમાં સૌથી વધુ 156 હત્યા થઈ છે. તેની સામે અંગત અદાવતમાં 151, સંપત્તિ વિવાદમાં 101, લાલચમાં 65 જ્યારે કોમવાદના નામે 18 હત્યા થઈ હતી.