mysamachar.in-ખંભાળિયા
આપણે ત્યાં આમ તો પોલીસનું નામ પડે એટલે સામાન્યલોકોના માનસપટ પર અમુક પોલીસકર્મીઓ ની કરતૂતો ને કારણે આખાય ડીપાર્ટમેન્ટને બદનામ થવાનો વારો આવતો હોય છે,પણ પાંચેય આંગળીઓ સરખી ના હોય તેમ બધી જ પોલીસ સરખી નથી હોતી,મોટાભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ સુપેરે નિભાવી સમાજ ઉપયોગી કાર્યો પણ કરતાં હોય છે..જેને બિરદાવવા ની સમાજે ફરજ પડતી હોય છે,હાલમાં હાડ થીજવતી ઠંડી સમગ્ર સૌરાષ્ટ્ સહીત જામનગર અને દ્વારકા જિલ્લામાં પડી રહી છે,એવામાં રાત્રીના સમયે રસ્તા પર વસવાટ કરતાં બેઘર લોકો અને ભિક્ષુકો,અને જરૂરિયાતમંદની સ્થિતિ આ ઠંડીમાં શું થાય તેનો ખ્યાલ પણ દ્વારકા જીલ્લાના ખંભાળિયા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ.એ.બી.જાડેજા અને ટીમ ને આવતા તેવો ગાડી ભરી અને શાલ સહિતની જરૂરી વસ્ત્રો લઇને નીકળ્યા હતા,અને રાતભર આસપાસના વિસ્તારોમાં ફરી ને જેને જરૂરિયાત હોય તેવા લોકોને વિતરણ કરી અને પ્રસંશનીય કામગીરી કરી હતી.