Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્યમાં ચોતરફ નકલીની બોલબાલા ચાલી રહી છે, ક્યારેક કોઈ કોઈ નકલી કચેરી તો ક્યારેક કોઈ નકલી નેતા તો વળી ક્યારેક કોઈ નકલી અધિકારીઓ ઝડપાઈ જવાનો સિલસિલો યથાવત છે ત્યારે થોડા દિવસો પૂર્વે દેવભૂમિ દ્વારકા જીલ્લાની ખંભાલીયા પોલીસે ખંભાળિયા ના એક યુવકને પોતે સરકારી અધિકારી ના હોવા છતાં ગાડીમાં સાયરન, લાઈટ અને એડીશનલ કલેકટર લખેલ બોર્ડ સાથે ઝડપી પાડવામાં આવ્યો ત્યારે સાથે એક યુવતી પણ હતી યુવક હાલ આ મામલે રિમાન્ડ પર છે ત્યારે તેની વધુ કેટલીક કાળી કરતૂતો નો પર્દાફાશ થઇ રહ્યો છે અને વધુ બે ગુન્હાઓ દાખલ થયા છે, આ અંગે પોલીસે જાહેર કરેલ સતાવાર વિગતો એવી છે કે
રાજકોટ યુનિવર્સીટી રોડ પર વસવાટ કરતા કેતન રમેશચન્દ્ર દેસાઇએ ખંભાળિયાના જીલ ભરતભાઈ પંચમતિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમાં ફરિયાદી એટલે કે કેતનભાઈ અને તેમના દિકરા શિવરાજને જીલ પંચમતીયા પોતે કોઇપણ સરકારી અધિકારી ન હોવા છતા પણ જામનગર એમ.પી શાહ મેડિકલ કોલેજના એડીશનલ ડીન હોવાની ઓળખ આપી વિશ્વાસમા લઈ જામનગર એમ.પી શાહ મેડિકલ કોલેજમા એમ.બી.બી.એસ. અભ્યાસક્રમમા શિવરાજને એડમિશન અપાવી દેવાનું કહી ત્યારબાદ યેન-કેન પ્રકારે શિવરાજને નાર્કોટિકશ કેસમાથી બહાર કાઢી દેવાનું કહી ફરિયાદી કેતનભાઈ પાસેથી અલગ-અલગ સમયે કુલ રૂ.48,22,680 છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી મેળવી લીધા હતા,
ઉપરાંત અન્ય એક આસામી તેજશભાઇ અશ્વિનભાઇ રામાવત જેવો ખંભાળીયા ખાતે વસવાટ કરે છે તેમને પણ આરોપીએ કોઇપણ સરકારી અધિકારી ન હોવા છતા પણ એડીશનલ કલેક્ટર અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટની ઓળખ આપી સરકારી અધિકારી ઉપયોગમા લે તેવા વાહનનો ઉપયોગ કરી બતાવી પોલીસ ભરતીમા પોલીસ ઈન્સપેક્ટરની નિમણુંક અપાવવાનુ કહી તેમજ ફરીયાદીના નાનાભાઇ મીહીરને પણ એડીશનલ કલેક્ટરના પી.એ તરીકે નિમણુંક અપાવવાનું કહી બન્ને ભાઇઓને વિશ્વાસમા લઈ રૂ32,200 મેળવી લઈ પરત ન કરી કુલ રૂ. 48,54,880 ની છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા સબબની ફરિયાદ ખંભાળિયા પોલીસ ચોપડે ચડી છે.