• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, July 5, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખંભાળિયાના યુવાનની કારનો અમદાવાદ નજીક અકસ્માત: 2 ના મૃત્યુ

My Samachar by My Samachar
December 5, 2023
in અમદાવાદ
Reading Time: 1 min read
A A
ખંભાળિયાના યુવાનની કારનો અમદાવાદ નજીક અકસ્માત: 2 ના મૃત્યુ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયામાં રહેતા એક કર્મકાંડી યુવાનના મામા ખંભાળિયા ખાતે આવ્યા હતા, તેમને નાયરોબી પરત મૂકવા જતી વખતે અમદાવાદના એરપોર્ટ પર મૂકીને પરત ફરતા સમયે તેમની કાર સાથે ટ્રકની થયેલી જીવલેણ ટક્કરમાં કારમાં સવાર બે મુસાફરોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય બે ને ઇજાગ્રસ્ત હાલતમાં અમદાવાદ ખસેડવામાં આવ્યા છે.

આ કરુણ બનાવની વિગત એવી છે કે ખંભાળિયામાં જડેશ્વર સોસાયટી વિસ્તારમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતા હિતેશભાઈ વિજયભાઈ જોશી નામના 32 વર્ષના યુવાનના મામા નાયરોબીથી થોડા દિવસ પૂર્વે રાત્રે આવ્યા હતા. ગઈકાલે તેઓને નાયરોબી પરત જવા માટેની અમદાવાદ ખાતેથી ફ્લાઇટ હોય, હિતેશભાઈ જોશી એક અર્ટિગા મોટર કારમાં ચાલક કુંજન શુક્લને સાથે લઈને તેમને મૂકવા ગયા હતા. મંગળવારે વહેલી સવારના આશરે ચારેક વાગ્યે હિતેશભાઈ તેમના મામાને એરપોર્ટ પર મૂકીને ખંભાળિયા તરફ ફરી રહ્યા હતા, ત્યારે ખંભાળિયાના એક સોની પરિવારની પુત્રી રમાબેન તથા તેમના પતિ હિતેશભાઈ સોની તેઓને અર્ટિગા કારમાં સાથે પરત આવતા હતા. ત્યારે અમદાવાદ નજીક બગોદરા પાસેથી રાજસ્થાન પાસીંગ વાળા એક ટ્રકના ચાલકે એકાએક બ્રેક મારતા પણ અર્ટિગા કારના ચાલક કુંજન શુક્લએ કાર પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ પડી હતી.

આ ભયંકર અકસ્માતમાં મોટરકારનો બુકડો બોલી ગયો હતો અને ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા હિતેશભાઈ જોષી તેમજ દુબઈના રહેવાસી હિતેશભાઈ સોનીને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા લોહી લોહાણ હાલતમાં બંનેના મૃત્યુ નીપજ્યા હતા.જ્યારે કારના ચાલક કુંજન શુક્લ તથા ખંભાળિયાના સોની પરિવારની પુત્રી કે જે દુબઈથી ખંભાળિયા માટે આવેલા હતા, તે રમાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ સાથે વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હિતેશભાઈ જોશી મૂળ ભણગોર ગામના વતની હતા અને તેઓ મિલનસાર સ્વભાવના અને કર્મકાંડનો વ્યવસાય હતા. આજરોજ સવારે તેમની અંતિમયાત્રામાં રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના લોકો તેમજ પરિચિતો મોટી સંખ્યામાં જોડાયા હતા. મામાને એરપોર્ટ પર મુકવા ગયેલા ભાણેજ જીવલેણ અકસ્માતનો ભોગ બનતા બ્રહ્મ સમાજમાં ભારે ગમગીની પ્રસરી જવા પામી છે.ત્યારે ખંભાળિયાની સોની પરિવારની દીકરી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનીને જમાઈ અકાળે અવસાન પામતા સોની સમાજમાં પણ ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®