mysamachar.in-જામનગર
આજે કારગીલ વિજય દિવસ છે..ત્યારે દેશ માટે જાતને ન્યોછાવર કરી દેનાર શહીદો માં જામનગર નો શહીદ રમેશ જોગલ પણ છે તેને કેમ ભૂલી શકાય વર્ષ ૧૯૯૯ ના કારગીલ ના યુદ્ધ માં દુશ્મનો સામે લડી ને દુશ્મનો ના દાંત ખાંટા કરી નાખનાર શહીદ રમેશ માટે આજે પણ તેની માતા સહીત નો પરિવાર આંસુ સારવાની બદલે ગર્વ થી કહે છે કે હા અમારો રમેશ વીર શહીદ છે.અને અમને તેના પર ગર્વ છે
થી ખુન સે લથપથ કયા ફિર ભી બંદુક ઉઠાકે દસ દસ કો એક ને મારા,,,,આ પંક્તિઓ દેવભૂમિદ્વારકા જીલ્લાના ભાણવડ ગામના અને ૧૯૯૯ માં કારગીલ યુદ્ધ માં શહીદ થયેલ રમેશ વિક્રમભાઈ જોગલ માટે એકદમ સાચી પડે તેવી છે,શહીદ થેયલા દીકરાના ફોટા જોઈ ને આંસુ સારવાને બદલે ગર્વ કરતી માં એટલે જસીબેન જોગલ ની કુખે ભાણવડ તાલુકાના મેવાસા ગામે ૧/૬/૧૯૮૦ ના રોજ એક વીરજવાને જન્મ લીધો નામ એનું રમેશ..નાનપણ થી જાણે દેશ માટે કઈક કરી છુટવાની ભાવના..રમેશ જોગલ માં હતી.અને તે કારગીલ ના યુદ્ધ મેદાન સુધી પોહ્ચી.માત્ર ૧૦ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો.અને માતા પાસે સૈન્ય માં જવાની હઠ પકડી હતી અને માતા એ પોતાના સપૂત ને તેની રજા પણ આપી અને દેશની સેવા માટે સરહદે ગયેલા રમેશ નો માત્ર નશ્વર દેહ ત્રિરંગા મા લપેટાઈને ભાણવડ પહોચ્યો ત્યારે ગામ આખુંય ગર્વ સાથે હિબકે ચડી ગયું હતું..
શહીદ રમેશ ના ભાઈ હમીરભાઈ પોતાના નાનાભાઈ ની વાત કરતા જણાવે છે કે દસ ધોરણ સુધી ના અભ્યાસ બાદ સૈન્ય ની તાલીમ લીધી તેમાં પણ ખુમારી અને સાહસભર્યા સ્વભાવ ને કારણે તેમાં પણ નંબર વન રહી તે પ્રથમ પરીક્ષામાંમાં ઉતીર્ણ થયો.બાદ માં ૧૯૯૯ માં જયારે કારગીલ નું યુદ્ધ શરૂ થયું જેમાં રમેશ ને શ્રીનગર મુકવામાં આવ્યો.અને સામે ની તરફે દુશ્મનોની ૧૨૫ તોપો હતી.અને આ તરફે ભારત ની પ્રથમ તોપ નો ચાર્જે રમેશ એ સંભાળ્યો હતો.અને ત્રણ મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં તેને દુશ્મનો નો પ્રતિકાર સમી છાતીએ કર્યો.અને અંતે દુશ્મનો દ્વારા થયેલા ગોળીબારમાં રમેશના શરીરે ૩ ગોળીઓ વાગવા છતાં પણ તે દુશ્મનોનો પ્રતિકાર કરતો રહ્યો.અને દેશ ની દુશ્મનો થી રક્ષા કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપી ને માત્ર ૧૯ વર્ષ ની ઉમરે શહીદી વહોરી લીધી.અને તેનું નામ શહીદ સાથે જોડાયું તેનું પરિવારને ગર્વ છે.અને તેનો પરિવાર આજે પણ કહે છે કે આજના યુવાનો સૈન્ય તરફ વળી માભોમની રક્ષા કરવા આગળ આવે અને દેશ માટે કઈક કરી છુટે તેવી મહેચ્છા પણ રાખે છેશહીદ ના સન્માન માં જે તે સમયે તેનો મૃતદેહ ભાણવડ ગામ લાવવામાં આવ્યો ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન સહીત ના લોકો ત્યાં હાજર રહ્યા હતા.અને ગામ આખુંય શોક્પૂર્ણ સતત ત્રણ દિવસ બંધ રહ્યું હતું… શહીદની માં કહે છે કે મારો દીકરો શહીદ થયો ત્યારે અને આજે પણ મેં આંસુ મારી આંખ માં થી સરવા નથી દીધું કારણ કે મને મારા શહીદ દીકરા પર ગર્વ છે.ધન્ય છે આવી જનેતાને..અને આવા વીર સપૂત ને કે જેને પોતાનો જીવ દેશ માટે આપી અને દેશ ના તિરંગાની શાન ને આંચ પણ ના આવવા દીધી….આવી જનેતા અને તેના વીર સપૂત ને આજે કારગીલ વિજય દિવસે સો.સો.સલામ…