mysamachar.in-જામનગર:
રાજયમાં દિવસેને દિવસે ભ્રષ્ટાચારી બાબુઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે,ત્યારે આજે ACBએ એક તલાટીમંત્રી સામે ડિમાન્ડ કેસ દાખલ કરેલ છે,
કાલાવડ તાલુકાનાં નવાગામના તલાટીમંત્રી સામે લાંચ માંગ્યાના વિવિધ પુરાવાઓને આધારે આજે ACB દ્વારા તલાટી મંત્રી(પંચાયત), વર્ગ-૩ દેવાયતભાઈ રામશીભાઈ ભોળા વિરુદ્ધ ડિમાન્ડ કેસ દાખલ કર્યો છે, આ કેસના ફરીયાદી પાસેથી ફરીયાદી ની બીનખેતી જમીન નો મહેસુલ વેરો ભરી ગામનમુનો-2 મા નોંધ કરી આપવાના અવેજ પેટે તલાટીમંત્રીએ રૂ.20,000/- લાંચની રકમની માંગણી કરેલ, જેની તપાસ આધારે આજરોજ ડીમાન્ડ નો ગુન્હો દાખલ કરેલ છે.
આ કાર્યવાહી એ.સી.બી.રાજકોટ એકમ મદદનીશ નિયામક, એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ આગળની તપાસ વી.એમ.ટાંક દેવભુમી દ્વારકા એ.સી.બી.પો.સ્ટે. દ્વારા કરવામાં આવશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.