mysamachar.in-જામનગર:
જામનગર એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક જીગ્નેશ બુચની જાતીય સતામણીનો કિસ્સો સામે આવતા બુચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, DC જીગ્નેશ બુચની જાતીય સતામણીના કેસમાં ગઈકાલે અદાલતમાં આગોતરા જામીન નામંજૂર થતા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને મોડીરાત્રીના જામીન મુક્ત કરાયા હતા દરમ્યાન સૂત્રોના જણાવ્યા મુજબ જામનગરના DC જીગ્નેશ બુચના પરાક્રમ બદલ એસ.ટી.ના સેન્ટ્રલ વિભાગ દ્વારા પાલનપુર બદલી કરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.