Mysamachar.in-જામનગર:
કહેવાય છે ને કે ગુન્હેગાર ગમે તેટલો શાતીર હોય પરંતુ તે પોલીસની પકડથી બહુ સમય સુધી દુર ભાગી શકતો નથી, આવો જ એક શખ્સ જામનગર પેરોલફર્લો સ્કવોડના હાથમાં આવી ચુક્યો છે, વર્ષ ૨૦૦૯ થી આજદીન સુધી રાજયના અલગ-અલગ 05 જીલ્લાઓમાં હત્યા, બળાત્કાર, લુટ, અને ચોરી જેવા 08 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને અમદાવાદ ગ્રામ્યના અસલાલી પોલીસ સ્ટેશનના હત્યા અને લુટના ગુનામાં પેરોલ જમ્પ કરી છેલ્લા 03 વર્ષથી નાસતા-ફરતા કુખ્યાત ચુનારા ગેંગના મુખ્ય માસ્ટર માઇન્ડ અને ગુનાઓનો મુખ્ય સુત્રધાર વોન્ટેડ મહેશ અરજણ ચુનારાને રાજકોટ શહેરના કોઠારીયા ખાતેથી જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી પાડ્યો છે.
પેરોલફર્લો સ્કવોડના માણસો પેરોલ ફર્લો નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાદરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચને બાતમી મળેલ કે અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસ સ્ટેશન હત્યા સહિતની કલમોના ગુન્હામાં સંડોવાયેલ અને અમદાવાદ જેલમાથી પેરોલ જમ્પ કરેલ આરોપી મહેશ અરજણભાઇ ઉર્ફે અજો ચુનારા દેવીપુજક વાળો પોતાની ઓળખ બદલી હાલ રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારના ગધીવાડ વિસ્તારમાં હાજર હોય જે બાતમી આધારે હકિકતવાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે. આ કામગીરી પેરોલફર્લો સ્કવોડના પીએસઆઈ એ.એસ.ગરચર તેમજ સ્ટાફના લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, રણજીતસિંહ પરમાર, સલીમભાઇ નોયડા, કાસમભાઈ બ્લોચ, ભરતભાઇ ડાંગર, તથા ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ, મહિપાલભાઇ સાદિયા, અરવિંદગીરી તથા એલ.સી.બી.ના નિર્મળસિંહ જાડેજા તથા લખમણભાઇ ભાટીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.