ભાજપ શાશિત જામનગર મહાનગરપાલિકા માં હોદેદારોની અઢીવર્ષની ટર્મ પૂર્ણ થતા આજે નવા હોદેદારોની વરણી પક્ષના વિહ્પ મુજબ કરવામાં આવી…દરવખતની જેમ આ વખતે પણ જે નામોની વધુ ચર્ચાઓ ચાલી રહી હતી તેમાંથી મોટાભાગના નામો પર પક્ષ દ્વારા ચોકડી મારી અને જે નામો દુર દુર સુધી ક્યાય સંભાળવા મળતા નહોતા તેવા નગરસેવકો ને પણ તક ભાજપ દ્વારા આપવામાં આવી છે
આજે ભાજપના નેતા ધનસુખ ભંડેરી પક્ષનો વ્હીપ લઇ અને જામનગર મનપા ખાતે આવી પહોચ્યા હતા..અને જ્યાં તેવોએ આગામી અઢીવર્ષ મહાનગરપાલિકામા હોદેદારોની જાહેરાત કરી જેમા મેયરપદે હસમુખ જેઠવા,ડેપ્યુટી મેયર કરશન કરમુર,સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે,સુભાષ જોશી,તો શાશકજૂથના નેતા પદે દિવ્યેશ અકબરી અને દંડક તરીકે જડીબેન સરવૈયાના નામોની જાહેરાત કરવામાં આવી છે..હોદેદારોની વરણીમા સામાજિક સમીકરણો, વિધાનસભા અને વોર્ડ વિસ્તારને ધ્યાને રાખવામાં આવ્યા છે..અને કોઈપણ સમાજમાં નારાજગી નું વાતાવરણ ઉભું ના થાય તેવી ચોકસાઈ રાખવામાં આવી છે..તો બીજી બાજુ હોદેદારોની જે વરણી કરવામાં આવી તેમાં સૌથી વધુ કોઈ નો હાથ ઉપર રહ્યો હોય તો તે જામનગર ઉતરના ધારાસભ્ય હકુભા જાડેજાનો રહ્યો છે..કારણ કે જે હોદાઓની વહેચણી કરવામાં આવી તેમા ત્રણ હોદેદારો ડેપ્યુટી મેયર,સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન અને દંડક આ ત્રણેય હોદેદારોની પસંદગી ૭૮ ઉતર વિધાનસભામા થી કરવામાં આવી છે…જયારે ૭૯ દક્ષિણ વિસ્તારમાં થી મેયર અને શાશકજૂથ ના નેતા ની પસંદગી માં શહેર ભાજપ પ્રમુખ અને આર.સી.ફળદુનો હાથ ઉપર રહયાનું રાજકીયસમીકરણો સ્પષ્ટ કરે છે.જામનગર શહેર માં અનેક પ્રશ્નો છે…
ત્યારે આજે મેયરપદે નિયુક્ત થયેલ હસમુખ જેઠવા એ mysamachar.in ને જણાવ્યું કે આગામી અઢીવર્ષની ટર્મમા શહેરના વિકાસની યાત્રાને અવિરત રાખી અને શહેરના પ્રશ્નોનો ઝડપભેર નિકાલ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે…તો નવાવરાયેલ હોદેદારોને શુભેચ્છા આપવા માટે કૃષિમંત્રી આર.સી.ફળદુ,પૂર્વમંત્રીવસુબેન ત્રિવેદી,ધારાસભ્ય હકુભા જાડેજા અને શહેરભાજપ પ્રમુખ હસમુખહિન્ડોચા પણ કોર્પોરેશન ખાતે પહોચ્યા હતા..અગ્રણીઓ ઉપરાંત મનપા પટાંગણ ખાતે મોટી સંખ્યામાં શુભેચ્છકો પણ એકત્રિત થયા હતા..અને ફટાકડા ફોડી મો મીઠું કરી અને વરણી ના વધામણા કર્યા હતા…તો જેના નામો ચર્ચામાં હતા અને હોદા મેળવવામાં નિષ્ફળ રહ્યા તેવા નગરસેવકો ના મો મુર્જાઈ ગયેલ જોવા મળ્યા હતા..ખેર મહાનગરપાલિકા માં નવા હોદેદારોની વરણી તો થઇ પરંતુ આશા રાખીએ કે હોદેદારો આવનાર અઢીવર્ષમાં શહેરના વિકાસ પ્રત્યે જાગૃતતા દાખવે અને શહેરના વિકાસને રૂંધતી કડીઓને જોડવાનો પ્રયાસ કરે…