mysamachar.in-જામનગર
કોઈ ને તમારો સહી કરેલો કોરો લેટરપેડ આપતા પહેલા દસ વખત વિચાર કરજો કારણ કે ટૂંકાગાળામાં જ જામનગર જિલ્લામાં લેટરપેડ ના દુરુપયોગ નો બીજી કિસ્સો સામે આવ્યો છે,જેમાં લાલપુર તાલુકા પંચાયતના તત્કાલીન મહિલાપ્રમુખ ચંદ્રિકાબેન વાણીયા અને સભ્ય દેવાભાઇ કરંગીયાએ અનુસૂચિત જાતિની બેઠક પરથી ચૂંટાયેલા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શર્માબેન જયેશભાઇ પટેલના કોરા લેટરપેડનો દુરુપયોગ કરીને તેમનું હોદા પરથી રાજીનામુ લખાવી લઈને વિશ્વાસધાત, છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા લાલપુરના રાજકારણમાં ચકચાર જાગી છે,
લાલપુર તાલુકા પંચાયતમાં અઢી વર્ષ પેહલા કોંગ્રસનું શાસન હતું અને અનુસૂચિત જાતિની મહિલા પ્રમુખની સીટ અનામત હતી જેમાં ચંદ્રિકાબેન વાણીયા પ્રમુખ હતા તેમની ટર્મ પુરી થતા અઢી વર્ષ બાદ તાજેતરમાં પ્રમુખની ચૂંટણી આવતા કોંગ્રેસના શર્માબેન જયેશભાઇ પટેલ સહીત કોંગ્રેશના ૫ બળવાખોર સભ્યોએ ભાજપના ૬ સભ્યોને ટેકો આપતા લાલપુર તાલુકા પંચાયત ઉપર ભાજપએ કબ્જો કરી લેતા પ્રમુખ પદે સુરૂભાની વરણી કરવામાં આવી હતી,
આમ રાજકીય કાવાદાવા વચ્ચે કોંગ્રેસના લાલપુર તાલુકા પંચાયતના તત્કાલીન પ્રમુખ ચંદ્રિકાબેન વાણીયા અને સભ્ય દેવાભાઇ કરંગીયાએ તેમનાજ સાથી સભ્ય અને બાગી સભ્ય શર્માબેન જયેશભાઇ પટેલનું સભ્ય પદ રદ થાય તે માટે પાંચ માસ પેહલા તેમના કોરા લેટરપેડ ઉપર અંગુઠાનું નિશાન કરાવીને હોદા ઉપરથી રાજીનામુ લખાવી લેતા ભારે વિવાદ થવા પામ્યો હતો,
આ વિવાદ વચ્ચે રાજીનામુ મંજુર ન થતા કોંગ્રેસમાંથી બળવો કરીને શર્માબેન જયેશભાઇ પટેલે ભાજપને ટેકો આપ્યા બાદ શર્માબેનએ તેમના લેટરપેડનો દુરુપયોગ કરનાર તેમના જ જુના સાથી સભ્ય કોંગ્રેસના ચંદ્રિકાબેન વાણીયા અને સભ્ય દેવાભાઇ કરંગીયા વિરુદ્ધ છેતરપિંડી, કાવતરું સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા લાલપુરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે,અને આગામી દિવસોમાં નવાજુની થવાના એધાણ વર્તાઈ રહ્યા છે.