Mysamachar.in-જામનગર:
જામનગર એલસીબીએ વધુ એક વખત કેટલાય ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ગત તા.૨૫/૦૮/૨૦૨૨ ના રોજ ફરીયાદી જય ભુપેન્દ્રભાઇ ચરાડવા પોતાની પત્ની સાથે બાઈકમાં જતા હતા તે દરમ્યાન અબર ચોકડી પાસેથી બે ઇસમોએ પોતાની બાઈકમાં આવી જયની પત્નીના હાથમા રહેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન ઝુટવી લઇ જતા આ અંગે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં અજાણયા માણસ વિરૂધ્ધ ફરીયાદ કરેલ હતી,જે બાદ જામનગર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર કે.જે.ભોયે ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.
આ દરમ્યાન સ્ટાફના હરદીપભાઇ ધાધલ, ભગીરથસિંહ સરવૈયા તથા ફીરોજભાઇ ખફીને મળેલ બાતમી હકિકત આધારે ડીકેવી સર્કલ, સેન્ટ ઝેવીયર્સે સકુલ પાસેથી વિમલ સતીષભાઇ અગ્રાવત રહે. પુનીતનગર, જામનગર મુળ- આર.એમ.સી. કવાર્ટર, રાજકોટ અને સાગર મનસુખભાઇ સોલંકી રહે. પુનીતનગર, જામનગર મુળ- રેલ્વે સ્ટેશન, રૂખડીયા પરા, રાજકોટ કબ્જામાંથી ચીલઝડપ કરી મેળવેલ સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન તથા અન્ય 13 બીલ આધાર વગરના મોબાઇલ ફોનો મળી કુલ રૂ. 1,47,000 નો મુદામાલ મળી આવતા તે તમામ 14 મોબાઈલ કબજે લઇ કાયદેસરની કાર્યવાહી કરી બન્ને આરોપીઓને સીટી બી ડીવી પોલીસ મથકમાં સોંપવામાં આવેલ છે.
આરોપીઓએ નીચે મુજબની ચોરીઓ કરેલની કબુલાત આપેલ
-આજથી આશરે બારેક દિવસ પહેલા વિમલભાઇ અગ્રાવતે રાજકોટમાં આજીડેમ ચોકડી પાસેથી એક વીવો મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે દસેક દિવસ પહેલા વિમલભાઇ અગ્રાવતે રાજકોટમા અયોધ્યા ચોકડી પાસેથી એક ઓપો મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે દસેક દિવસ પહેલા વિમલભાઇ અગ્રાવતે રાજકોટમાં રામનાથપરા સોનીબજાર પાસેથી એકમોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે નવેક દિવસ પહેલા વિમલભાઇ અગ્રાવતે રાજકોટમાં માધાપર ચોકડીથી આગળ દોરા સોસાયટી પાસેથી એક મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે નવ દસ દિવસ પહેલા વિમલમાઇ અગ્રાવતે રાજકોટમા માધાપર ચોકડી પાસેથી એક સેમસંગ મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે નવેક દિવસ પહેલા વિમલભાઇ અગ્રાવત જામનગર આવતો હતો તે દરમ્યાન રાજકોટમાજામનગર હાઇવે રોડ ઉપર ઘંટટેશ્વર પાસેથી એક મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આશરે નવેક દિવસ પહેલા ધ્રોલ પાસેથી વિમલ અગ્રાવતે એક ઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે સાતેક દિવસ પહેલા ધ્વારકા થી ખંભાળીયા તરફ આશરે ૩૦ કીમી દુર પગે ચાલી જતા માણસોની નજર ચુકવી વિમલ અગ્રાવતે ઓપો સેમસગ તથા વીવો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ છે
-આજથી આશરે પાંચ છ દિવસ પહેલા દરેડ જીઆઇડીસી માંથી વિમલ અગ્રાવત તથા સાગર સોલંકીએ બંનેજણાએ એક ભાઇ પાસેથી વીવો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે પાયેક દિવસ પહેલા વિમલ અગ્રાવત તથા સાગર સોલંકીએ વિક્ટોરીયા પુલ પાસેથી વીવો તથાઓપો કંપનીના મોબાઇલ ફોનની ચોરી કરેલ છે.
-આજથી આશરે ચારેક દિવસ પહેલા અબર ચોકડી પાસે ક્રોમાં મોબાઇલ ફોનના શોરૂમ પાસેથી એક મો.સા મા પાછળ બેઠેલ બહેનના હાથ માથ ચીલઝડપ કરી સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન ઝુટવી લીધેલ છે.