જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ પોલીસ મથક નજીક આજે એક એવો તો બ્લાસ્ટ થયો કે તેને આસપાસના તમામ વિસ્તારોને હચમચાવી દીધા…બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે પોલીસ મથકના હરપાલસિંહ નામના પોલીસમેનને ગંભીર ઇજાઓ પહોચતા તેને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી છે…પોલીસ મથક આસપાસના વિસ્તારમાં બ્લાસ્ટની વાત વાયુવેગે ગામમાં ફરી વળતાધ્રોલ પોલીસ મથક આસપાસ લોકોના ટોળા એકત્ર થઇ ચુક્યા હતા…અને તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી..
બ્લાસ્ટની આ ઘટનામાં પ્રાથમિક તબક્કે બ્લાસ્ટ પોલીસમથકના મુદામાલ રૂમ પાસે આવેલ ટીસી(ટ્રાન્સફોર્મર)મા બ્લાસ્ટ થતા થયો હોવાનું પોલીસે જણાવ્યું હતું..જે બાદ પીજીવીસીએલ અને ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ પર પહોચી તપાસ કરવામાં આવતા ધ્રોલ પોલીસ્ મથક નજીક થયેલો બ્લાસ્ટ ટ્રાન્સફોર્મરમાં ધડાકો થવાથી નહિ પરંતુ પોલીસ મથકના મુદામાલ ભરેલ રૂમમાં થયો હોવાનું વધુ તપાસમાં સામે આવ્યું હતું..અને બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે આખોય મુદામાલ રૂમ ધ્વંશ થઇ જવા પામ્યો હતો..અને ફાયર વિભાગની પણ મદદ લેવાની પણ ફરજ પડી હતી…બનાવની જાણ થતા એએસપી ઉમેશ પટેલપણ ધ્રોલ પોલીસ મથક ખાતે દોડી ગયા હતા અને જ્યાં તેવો આ મામલે એફએસએલ સહિતની મદદથી પોલીસસ્ટેશનમાં જાણવાજોગ એન્ટ્રી દાખલ કરી અને મુદામાલ રૂમમાં કઈ રીતે પ્રંચડ બ્લાસ્ટ થયો તેની તપાસ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું..