mysamachar.in-
ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પોતાના સ્થગિત પગાર વધારાની તેમજ અન્ય પડતર પ્રશ્નોને લઈને ગુજરાતભરમાં ચાર દિવસથી કામકાજ ઠપ્પ કરીને હડતાલ પર ઉતરી ગયા છે,
ત્યારે જામનગર જિલ્લાના નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ પણ જિલ્લા પંચાયત પાસે હડતાલ પર ઉતરીને પોતાની માંગણી ધ્યાને લેવા અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે કૃષિ મંત્રી આર.સી. ફળદુ, ધારાસભ્ય હકુભા જાડેજા અને સંસદ પૂનમબેન માડમને આવેદનપત્ર આપીને રજૂઆત કરેલ છે,
ગુજરાતમાં નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારીઓનું 10 હજાર કર્મચારીઓનું સંગઠન હોય, જામનગર જિલ્લામાં 100 જેટલા કર્મચારીઓ આ આંદોલનમાં જોડાઈને પોતાનું સમર્થન આપીને હડતાલમાં જોડાયા છે અને પોતાની માંગણી નો જ્યાં સુધી સ્વીકાર કરવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદત માટેની હડતાલની ચીમકી આપી છે.