mysamachar.in-જામનગર
જામનગરના લીમડાલાઈન વિસ્તાર મા આજે સવારે એક પ્લાસ્ટિકના આઇટમની દુકાનમાં આગ લાગતા જોતજોતામાં આગ આસપાસમાં પણ પ્રસરી જતા ભારે અફડાતફડી ના માહોલ વચ્ચે લોકોના જીવ તાળવે ચોટી જવા પામ્યા હતા,અને આગની જ્વાળાઓ દુર દુર સુધી જોવા મળતી હતી,બાદમાં ફાયર વિભાગને આ આ અંગેની જાણ કરવામાં આવતા ફાયરની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોચી હતી,જ્યાં બે કલાક જેટલા સમયગાળા બાદ ફાયરની ટીમ આગને કાબુમાં લેવામાં સફળ રહી હતી,જે રીતે વિગતો પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે લીમડાલાઈનમા સિદ્ધનાથ કોમ્પ્લેક્ષમા આવેલ એક પ્લાસ્ટિક આઇટમની દુકાનમાં આજે સવારે જે રીતે પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે તે મુજબ તેમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના કોમ્પ્લેક્ષ સહિતની છ દુકાનો અને ઓફિસો પણ આ આગની ઝપેટમાં આવી ગઈ હતી,પાંચ જેટલા ફાયરફાઈટરની મદદથી આગને હાલ મહદઅંશે કાબુમા આવી ગઈ છે,ચોવીસ કલાક ધમધમતા આ વિસ્તારમાં આગની ઘટનાથી લોકોના ટોળેટોળા ઘટનાસ્થળ પર જોવા મળ્યા હતા,
૧૧:૧૦ કલાકે ચીફ ફાયર ઓફિસર કે.કે.બિશ્નોઈ એ આપેલ માહિતી પ્રમાણે આગ એટલી ભીષણ હતી કે નવ ફાયર ફાઈટર દ્વારા પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવાઈ છે,અને આગને કાબુમાં લેવા માટે બે કલાક જેટલો સમય લાગ્યો હતો,તો પાસે ના કોમ્પ્લેક્ષમા આવેલ હોસ્પિટલમાં થી આવેલ ચાર દર્દીઓને આગ દરમિયાન બહાર કાઢવામાં આવ્યા હતા અને કોઈ જાનહાની ના અહેવાલ ના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.