mysamachar.in-જામનગર
જામનગર-મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓ ૬૫૧ કરોડના લક્ઝરી પ્રોજેક્ટ સાથે મોટા ઉપાડે મુખ્યમંત્રી પાસે ગ્રાન્ટ માંગવા ગયા બાદ C.M.વિજયભાઈ રૂપાણીએ ઘસીને ના પાડી દઈને "આવા લક્ઝરી પ્રોજેક્ટ" સ્વભંડોળમાંથી કરવાની સલાહ આપી પાછા તગેડી મુક્યા હતા ત્યારે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો માત્ર વીજળીની બચત કરવામાં સભાનતા દાખવે ને તો વીજળી અને નાણાંની મોટી બચત થાય તેમ છે
જામનગરથી શરૂ થયેલ પ્રથમ ન્યૂઝ વેબ પોર્ટલ MYSAMACHAR.IN ની ટીમ દ્વારા રાષ્ટ્ર,રાજ્ય તેમજ જામનગરની પ્રજાના હિતમાં ઉર્જા બચાવોના અભિયાન સાથે જિલ્લા પંચાયતમાં ત્રાટક્યા બાદ પ્રજા પાસે મસમોટા ટેક્સ ઉઘરાવતી જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી,પદાધિકારીઓ પ્રજાના નાણાંનો વીજળીનો બેફામ વેડફાટ કરીને કેવો દુરુપયોગ કરી રહ્યા છે તેનો ખુલાસો થયો છે
જામનગર મહાનગરપાલિકાના બિલ્ડિંગમાં 40 જેટલી બ્રાન્ચ આવેલ છે અને અંદાજે 800 ઉપરનો સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે,ત્યારે મહાનગરપાલિકાનો રીસેસનો સરકારી સમય બપોરના ૧:૩૦ થી ૨:૦૦ વાગ્યાનો છે તેમાં MYSAMACHAR.IN ની ટીમે તમામ બ્રાન્ચમાં કેમેરા સાથે ત્રાટકતા કર્મચારી વગર તમામ બ્રાન્ચમાં લાઈટ,પાંખ સહિતના વીજળીના ઉપકરણો ચાલુ હતા અને બપોરના રીશેષ સમય બાદ ૩:૧૦ સુધી કોઈ ગુટલીબાજ કર્મચારી આવેલ ન હોવાથી તમામ વીજળીના ઉપકરણો ચાલુ હાલતમાં વિડીયો કેમેરામાં જોઈ શકાય છે,
આમ જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 800 કર્મચારીઓ અંદાજે ફરજ બજાવતા અને તેનું ધ્યાન રાખવા મેયર સહીત શહેરના 64 કોર્પોરેટરોને પ્રજાએ ચુંટીને મોકલ્યા છે ત્યારે પ્રજાના પૈસે "પીલપાયા" જેવા થઈને દર માસે હજારો મેગાવોટની વીજળીનો બેફામ વેડફાટ કરીને કર્મચારીઓ રાષ્ટ્રહિતમાં મોટું નુકશાન કરી રહ્યા છે છતાં પણ બોલનારું કોઈ નથી.