Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં હમણા હમણાં અકસ્માતોની ઘટનાઓ વધવા લાગી છે, એવામાં આજે વધુ એક અકસ્માતની એક કરુણ ઘટના સામે આવી છે, જેમાં જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી નજીક બાઈક પર જઈ રહેલ એક બાળક સહીત ૩ લોકોને ખાનગી બસે ટક્કર મારતા ત્રણેયના ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હોવાનું જાણવા મળે છે.ખાનગી બસ ટક્કર મારી જતી રહી હોવાનું જાણવા મળે છે, તો વધુમાં મૃતક પરિવાર દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયાના ઓળખપત્ર મળી આવતા ત્યાના હોવાનું માનવામાં આવી રહ્યું છે.જો કે ખાનગી બસે જ ઠોકર મારી હતી કે અન્ય કોઈ રીતે અકસ્માત સર્જાયો તે પોલીસની વિશેષ તપાસ બાદ જ સામે આવશે.