mysamachar.in-જામનગર:જામનગર જિલ્લામાં આજે જાણે લોકસભાની ચુંટણીનો સેમીફાઈનલ જંગ હોય તેવા દ્રશ્યો બને પક્ષોમાં જોવા મળ્યા..બને પક્ષોમાં જાણે લડી લેવાની હોડ લાગી હોય તેવું પણ તાલુકાપંચાયતો અને જીલ્લાપંચાયતોમા સામે આવ્યું..એવામાં જામનગરજીલ્લાના જામજોધપુર તાલુકાપંચાયતના પ્રમુખ અને જામજોધપુર ના કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયા ના માતા પ્રતિભાબેન રમેશભાઈ કાલરીયા સામે તાલુકાપંચાયતના જ બે સભ્યો બોગસ લેટરપેડ બનાવી અને રાજીનામાં મંજુર કરવા અંગેની ફરિયાદ નોંધાવતા જામજોધપુરનું રાજકારણ ભારે ગરમાયું છે…
મળતી માહિતી મુજબ જામજોધપુર તાલુકાપંચાયતના મહિલા પ્રમુખ પ્રતિભાબેન કાલરીયા વિરુદ્ધ તાલુકા પંચાયતના જ બે સભ્યો મંછાબેન બાબરીયા અને ગોવિંદભાઈ વારગીયા એ જામજોધપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેમાં જણાવાયું છે કે તાલુકા પંચાયતની પ્રમુખની ચુંટણીમા ફરિયાદ નોંધાવનાર બે સભ્યો મતદાન ના કરી શકે તે માટે કાવતરું રચીને સભ્યોના લેટરપેડ બનાવી રાજીનામાની બોગસ અરજી ઉભી કરી અને રાજીનામું મંજુર કરી લેતા તાલુકા પંચાયતના પ્રમુખ અને જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયા ના માતા પ્રતિભાબેન રમેશભાઈ કાલરીયા તેમજ તપાસમાં ખુલે તે વિરુદ્ધ આઈપીસી કલમ ૪૭૧,૪૬૫ મુજબ ફરિયાદ નોંધાવતા જામજોધપુર પોલીસે આ મામલે ગુન્હોનોંધી પીએસઆઈ જે.ડી.પરમાર એ આગળની તપાસ હાથ ધરી છે..