Mysamachar.in:જામનગર
એક દીકરાની જન્મ દેનાર એ માં ને અફસોસ થતો હશે કે મેં ક્યા આ કપાતરને જન્મ આપ્યો…..આ જન્મતા વેંત જ કેમ મરી ના ગયો…કદાચ આવા શબ્દો પણ એ માં ના મોઢામાંથી સરી પડ્યા હશે જયારે હવસખોર પુત્રએ માતાને જ હવસનો શિકાર બનાવી….માં કહે તો કોને કહે કરે તો શું કરે તેવી સ્થિતિ વચ્ચે સમગ્ર મામલો જામનગર સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં પહોચ્યો છે. અને સૌ કોઈ આ કપાતર પુત્ર સામે ફિટકાર વરસાવી રહ્યા છે.
વાત એવી છે કે જામનગર શહેરમાં આવેલ નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી એક પરીવારની માતા પર તેના જ સગા પુત્રએ દુષ્કર્મ ગુજારતા માતાના હોશકોશ ઉડી ગયાને શું કરવું તે વિમાસણમાં પડી હતી. પરંતુ બાદમાં હિંમત એકઠી કરી પોતાના જ પેટે પાકેલ આ નરાધમ કૃત્ય આચરનાર પુત્રને ગુન્હાઓ કર્યાનું ભાન થાય તે માટે સીટી બી ડીવીઝન પોલીસ મથકે પહોચી પોતાની આપવીતી વર્ણવતા પોલીસ પણ એક તબ્બકે સ્તબ્ધ થઇ ગઈ હતી.
પોલીસની પ્રાથમિક પુછતાછ બાદ માતાએ તેના જ પુત્ર વિરુઉદ્ધ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અને આવા કપાતર પુત્ર સામે ચોતરફ રોષ જોવા મળી રહ્યો છે, પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર માતાને મેડીકલ તપાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી છે તો નફફટ પુત્રને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.