mysamachar.in-જામનગર:આમ તો આ શહેરમાં ચોતરફ વાહનોના ખડકલા પાર્કિંગ ના અભાવે થાય છે..અને કેટલાય કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ના પાર્કિગો મનપાની મીઠી નજર હેઠળ દબાણમાં ફેરવાઈ ચૂક્યાનું ભૂતકાળમાં સામે આવી ચૂક્યું છે..તો મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગ પોઈન્ટ અંગેની યોગ્ય વ્યવસ્થાને કારણે કેટલાક સમયથી ટ્રાફિક શાખા દ્વારા આવા આડેધડ વાહનોને ટોઈંગ કરી અને તેને હેડકવાર્ટર ખાતે લઇ ગયા બાદ દંડનીય વસુલાત કરવામાં આવે છે..અહી સુધી તો ઠીક હતું..જે લોકોને વાહનો રાખવાની સભાનતા ના હોય તેવા વાહનો ટોઈંગ કરી અને તંત્ર એ દંડ વસુલ કરવો જ જોઈએ..
પણ હવે વાહનો ઉપાડવાનો ટાર્ગેટ જી.જી.હોસ્પિટલ તરફ વળ્યો હોય તેવા દ્રશ્યો છેલ્લા બે દિવસથી જી.જી.હોસ્પિટલના પટાંગણમાં જોવા મળી રહ્યા છે..સામાન્ય રીતે દર્દીના સગાસબંધી,દર્દીખુદ પોતે અને ડોક્ટરો સિવાય અહી કોઈ વાહનોની અવરજવર હોતી નથી..પણ જે વાહનો જી.જી.હોસ્પિટલના પટાંગણમાં આવે છે..તેને યોગ્ય રીતે પાર્ક કરાવવું,તેની ચોરી ના થાય તે જોવું,આ તમામ બાબતોની જવાબદારી જી.જી.હોસ્પિટલની સિક્યુરિટી એજન્સીઓની છે…પણ આ સિક્યુરિટી એજન્સીના જવાનો એકીસાથે એક જગ્યા પર બેઠેલા જોવા મળે છે..અને કા તો કોઈ મોટા મંત્રી કે અધિકારીઓ આવવા ના હોય ત્યારે જાણે જી.જી.હોસ્પિટલ સિક્યુરિટી ની કિલ્લેબંધી માં ફેરવાઈ ગઈ હોય તેવા દ્રશ્યો એકદિવસ પૂરતું જ જોવા મળે છે..પણ આ સિવાય આખીય જી.જી.હોસ્પિટલ નું સુરક્ષાતંત્ર માત્ર ને માત્ર રામભરોસે છે તે ખુદ હોસ્પિટલતંત્ર પણ જાણે છે..પણ એવી શું લાચારી છે કે હોસ્પિટલ તંત્ર સિક્યુરિટી એજન્સી સામે પગલા ભરતા ખચકાટ અનુભવે છે…
એવામાં પોતાના પાર્કિંગમાં યોગ્ય રીતે વાહનો પાર્કિંગ ના કરાવી શકનાર જી.જી.હોસ્પિટલ ટ્રાફિકપોલીસની મદદ માંગી હોવાનું સૂત્રોમાં થી જાણવા મળી રહ્યું છે..જેને પગલે જે લોકો અહી પોતાના સગાસબંધીને જોવા અથવા તો બીમાર વ્યક્તિના ઈલાજ માટે આવે છે…તેની ગાડીઓ અહી પાર્કિંગ માં હોય છે..પણ તે ગાડીઓ જેવા તેના સબંધીઓ બહાર નીકળે કે ગાડીની ચોરી થઇ કે પછી ટોઈંગવાળા લઇ ગયા તેની મુંજવણમાં મુકાઈ જાય છે..આમ જી.જી.હોસ્પિટલની સિક્યુરિટીની નીરસતાનો ભોગ નિર્દોષ લોકો દંડ ભરવા માટે મજબુર બની રહ્યા છે..જે બાબત ને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે…એક સિક્યુરિટી એજન્સી ને હટાવવા ખુદ પોલીસતંત્ર એ પણ કર્યો હતો રીપોર્ટ…
સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી.હોસ્પિટલમાં સિક્યુરિટી ને નામે મીંડું છે..અને તે અંગે પોલીસતંત્ર દ્વારા એક એજન્સી ને સિક્યુરિટીમાં થી હટાવી અને હોસ્પિટલની સિક્યુરીટી વધુ ચુસ્ત થાય તે માટે અન્ય વ્યવસ્થા કરવા માટે પોલીસતંત્ર દ્વારા એક રીપોર્ટ પણ લગતતંત્ર ને કરવામાં આવ્યો હતો..પણ એ રીપોર્ટ માત્ર કાગળ બની રહી ગયો કે કેમ તે હજુ સુધી સામે આવ્યું નથી…
તબીબી અધિક્ષક સિક્યુરિટી એજન્સીઓ ને જગાડી શકશે ખરા??
હાલમાં જી.જી.હોસ્પિટલમાં થી જે વાહનઉપાડ ઝુંબેશ ચાલુ થઇ છે..તેને લઈને તંત્ર તરફે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે..ત્યારે આટઆટલી સિક્યુરિટી એજન્સીઓ ના વાર્ષિક લાખોના કોન્ટ્રાક્ટ છતાં પણ પોલીસને વાહન ઉપાડવા હોસ્પિટલ પટાંગણમાં આવવું પડે તે બાબત જ હોસ્પિટલતંત્ર માટે શરમજનક છે..ત્યારે તબીબી અધિક્ષક ને જયારે આ અંગે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી ત્યારે તેવો જાણે આ બાબતે અજ્ઞાન હોય તેવો જવાબ આપ્યો હતો…પણ હવે હોસ્પિટલની સુતેલી સિક્યુરિટી એજન્સીઓ ને અધિક્ષક બુચ જગાડી શકશે કે પછી સ્થિતિ યથાવત રહેશે તે તો આવનાર દિવસોમાં સ્પષ્ટ થઇ જશે..