Mysamachar.in-રાજકોટ
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ખૂણે ખાચરે ક્યાંક કાયદેસર તો ક્યાંક ગેરકાયદેસર બાયોડીઝલને નામે હલકી ગુણવતાનું ભેળસેળ યુક્ત બાયોડીઝલ વેચાણ કરતા ઈસમોનો રાફડો ફાટ્યો છે, એવામાં રાજકોટ જીલ્લાના જેતપુરમાં આજે આવા બાયોડીઝલ પંપની પ્રાંત અધિકારીની ટીમો દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી હતી, કોઈ પણ જાતના લાયસન્સ વગર બાયોડીઝલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ બાયોડીઝલના પંપ પર વેંચતા હોવાની માહિતીને આધારે જેતપુર-ગોંડલ તાલુકાનાં 7 પંપ પરથી 89636 લીટરનો જથ્થો સીઝ કર્યો છે. સીલ કરાયેલા જથ્થાની અંદાજીત કિંમત 61 લાખ 87 હજાર 554 રૂપિયા છે. આ પંપમાં થી અમુક પાસે લાયસન્સ પણ ન હોવાનું ખુલ્યું છે.
પ્રાંત અધિકારી દ્વારા 7 પંપ પર તપાસ હાથ ધરવામાં આવી થોડા સમયથી હાઈ વે પર બાયોડીઝલના પંપના નામે ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહી ડુપ્લીકેટ પ્રવાહીઓનું કોઈપણ જાતના લાયસન્સ કે સરકારની અન્ય કોઈ મંજૂરી વગર બાયોડીઝલના નામે વેચાણ કરવા લાગ્યા છે. જે ગંભીર બાબત તંત્રને નજરે આવતા આજે પ્રાંત અધિકારી રાજેશ આલ દ્વારા જુદી જુદી 6 ટીમ બનાવી જેતપુરના 7 પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન 89636 લીટરનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો પ્રાંત અધિકારે સીઝ કર્યો છે. સાતેય પંપ પરથી 89636.45 લીટર કિંમત રૂપિયા 61 લાખ 87 હજાર 554નો જથ્થો સીઝ કરી સમગ્ર અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલી આપ્યો છે.