Mysamachar.in-જામનગર :
આગામી ગણેશ મહોત્સવ નિમિતે શહેરમાં ગણેશજીની મૂર્તિઓનું નિર્માણ તથા સ્થાપના કરવામાં આવે છે. પ્રિન્સીપાલ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગર્વમેન્ટ ઓફ ગુજરાતના ડાયરેકશન મુજબ એન્વાયરમેન્ટ પ્રોટેકશન એકટ 1986ના સેકશન-5 તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના હુકમના નિયમો હેઠળ મૂર્તિઓના નિર્માણકર્તા ધંધાર્થીઓ-આસામીઓએ નિયમોનું પાલન કરવાનું ફરજીયાત રહે છે. જે અંગે જામનગર મનપા દ્વારા એક અખબારી યાદી જે રાબેતા મુજબ દરવર્ષે જાહેર કરવામાં આવે છે તે આજે ફરી જાહેર કરવામાં આવી છે, જો કે મૂર્તિઓની ઊંચાઈ કેટલી તેની કોઈ સ્પષ્ટતા અખબારી યાદીમાં નથી, ગણેશજીની મૂર્તિઓનું સ્થાપનકર્તા પંડાલો, આયોજકો, મંડળો વિગેરેએ જરૂરી નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે,
-મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી/ ગારાનો જ ઉપયોગ કરવાનો રહેશે. આ મૂર્તિઓના કલર કામમાં ઝેરી રસાયણયુક્ત (ટોકિસક) ન હોય અને વાતાવરણને પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકશાનકર્તા ન હોય (બાયો ડીચેડેબલ) તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે.
-મૂર્તિઓ બનાવવા માટે પ્લાસ્ટર ઓફ પેરીસ, પ્લાસ્ટિક કે થર્મોકોલનું મટીરીયલ્સ વાપરવું નહી.
-આ મૂર્તિઓના કલર કામ/શણગારમાં ટોક્સિક અને નોન બાયો ડીગ્રેડેબલ કેમીકલ ડાઈનો ઉપયોગ કરવો નહી.
ગણેશજીની મૂર્તિઓનું સ્થાપન કરતા પંડાલો, આયોજકો, મંડળો વિગેરેએ ઉપર મુજબના પ્રતિબંધિત પદાર્થોથી બનેલી મૂર્તિઓની ખરીદી ન કરવી તથા તેની સ્થાપના પણ ન કરવી. જેના કસુર કિસ્સાઓમાં આવી મૂર્તિઓ મહાનગરપાલિકા ધ્વારા જપ્ત કરી, નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.