Mysamachar.in-જામનગર:
જામનગરમા અનેક ગેરકાયદેસર બાંધકામો શા માટે અડીખમ ઉભા છે તે ટાઉન પ્લાનીંગ વિભાગના જવાબ પરથી સમજી શકાય તેવી બાબત છે, શહેરનો લગભગ કોઈ વિસ્તાર એવો નહિ હોય કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ ના હોય પાછુ એવું પણ નથી કે મહાનગરપાલિકા ને આ વાતની ખબર નથી, ખબર બધી છે નોટીસો પણ આપવી છે, પણ પછી શું.? કા તો કાઈ કરવું જ નથી અને કા તો ગેરકાયદેસર બાંધકામ કરનારને બીજી તક આપવા જેવી સ્થિતિ છે, શહેરમા ખડકાઈ રહેલા ગેરકાયદેસર બાંધકામોથી જે-તે બાંધકામના આસપાસના આસામીઓને તો ભોગવવાનો વારો આવે છે, સાથે જ શહેર પણ ગેરકાયદેસર દબાણોના ભરડામાં આવી રહ્યું છે,
આવું જ એક ગે.કા બાંધકામ જાગૃત નાગરિકને ધ્યાને આવતા તેવોએ આ માહિતી તંત્ર સુધી પહોચાડી પણ થયું શું તો કે કાઈ નહિ..! તંત્ર દ્વારા કોઈ પગલાઓ લેવામાં ના આવતા આ માહિતી માયસમાચાર સુધી પહોચાડી છે, જેમાં રણજીતસાગર રોડ પર વિશાલ બેકરીની પાછળ થઇ રહેલા કોઈપણ મંજૂરી વિનાનું બાંધકામ ખડકાઈ ગયું ત્યાં સુધી તો આ મહાનગરપાલિકાની ટીમ સુતી હતી, જેવો આં મામલો પ્રકાશમાં આવ્યો કે નોટીસ આપવાના રાબેતામુજબના નાટક શરૂ થયા અને પાછલા બારણે થી બધું ગોઠવી લેવું હોય તેમ ગેરકાયદેસર બાંધકામોને પણ કાયદેસરતા મળે(મંજૂરી વિના બની ચુક્યા છતાં) તેના માટે ટાઉન પ્લાનીંગ વિભાગ કેટલો તલપાપડ છે, તે બાબત ત્યારે સમજાઈ જયારે જામનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ શાખાના અધિકારીઓ જ આવા બાંધકામોને પોષી રહયાની વાતો કરી,
ATPO ઉર્મિલ દેસાઈ નો જવાબ હતો ગેરકાયદેસર બાંધકામ કરનાર અમને મળ્યા અને કહે છે કે અમારે મંજૂરી જોઈએ છીએ, અને અમે આર્કિટેક્ટ શોધીએ છીએ, અને આ વાતચીત દરમિયાન વધુ એક વખત ફરીથી ઉર્મિલ દેસાઈ જણાવે છે કે કરવામાં આવેલ બાંધકામ ગેરકાયદેસર જ છે, ત્યારે ગેરકાયદેસર બાંધકામ કોઈ ખડકી દે (ભલે પ્લોટની માલિકી જે-તે વ્યક્તિની હોય પણ બાંધકામની મંજૂરી ના હોય તો) બાંધકામ ગેરકાયદેસર થઇ ગયા બાદ મંજૂરી કેવી રીતે આપી શકાય તે બાબતે ટાઉનપ્લાનીંગ વિભાગ જાણે પાછલા બારણેથી ગેરકાયદેસર બાંધકામ કરનારનું હિત ઇચ્છી રહ્યા હોય તેમ કહ્યું કે રેગ્યુલાઈઝની પેનલ્ટી ભરી નિયમમુજબ કામ કર્યું હોય તો મંજૂરી આપી શકાય તેવા રસ્તાઓ પણ કાઢી આપે છે.અથવા તો કાઢી લે ત્યાં સુધીની તક આપે છે. આમ એક તરફ શહેરમા લાયબ્રેરીમા ગેરકાયદેસર દુકાનો, શરૂ સેક્શન રોડ પર મંજૂરી બીજા પ્લોટમાં અને બાંધકામ બીજા પ્લોટમા, હીરજી મિસ્ત્રી રોડ પર આખું કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આ તો ઉદાહરણ માત્ર…આવા તો ઢગલાબંધ બાંધકામો મનપાના ટાઉનપ્લાનીંગ પાસે પડ્યા છે, પણ “ગોઠવણ” સંજોગો જેમ જેમ ઉજળા બનતા જાય તેમ તેમ યાદી ઓછી થતી જાય છે.