mysamachar.in-મોરબી:
મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે જાહેરમંચ પરથી ભ્રષ્ટાચારની વાતો બંધ કરી દે તો જ સારું કહેવાશે..કારણ કે મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર નાબુદીની વાતો કરે છે તેમ તેમ લાંચીયો ઝબ્બે થતા જાય છે,રાજ્યની સરકારી કચેરીઓ જાણે ભ્રષ્ટાચારની દુકાનો બની ગઈ હોય તેમ એક બાદ એક કચેરીઓ ના અધિકારીઓ અને કર્મચારીઓ લાંચના છટકામાં ઝડપાઈ રહ્યા છે,ત્યારે મોરબીમાં થી વધુ લાંચીયો ઝડપાઈ જતા ભ્રષ્ટાચાર નો પર્દાફાશ થયો છે,
આ કેસના ફરીયાદી નું રહેણાક મકાન વેચાણ કરેલ હોય જે મકાન ની નોંધ ખરીદનાર ના ખાતે સીટી સર્વે કચેરી ના રેકર્ડ મા કરવા ના હુકમ આધારે નોંધ ઝડપ થી કરી આપેલ તેના અવેજ પેટે આરોપી જયેન્દ્ર જેવંતલાલ લોદરીયા, સર્વેયર(વર્ગ-૩) સીટી સર્વે કચેરી, મોરબી વાળાએ ગઈકાલે રુ ૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ હોય જે ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી ફરીયાદી એ એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા એસીબી એ છટકુ ગોઠવેલ જેમા આરોપી લાંચ ના નાણા રુ ૫,૦૦૦ સ્વીકારતા પકડાઈ જતા એસીબી એ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહી મદદનીશ નિયામક, એસીબી રાજકોટ એકમ, એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એમ.બી. જાની તેમજ તેવોની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.