Mysamachar.in-જામનગર
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે, આજે સવારે 4 થી 6 એમ બે કલાકમાં જામનગર શહેરમાં 2 ઇંચ વરસાદ બાદ ઉઘાડ થઇ ગયો છે, તો ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 એમ ચોવીસ કલાકના વરસાદના આંકડાઓ પર નજર કરવામાં આવે તો સૌથી વધુ જોડિયા શહેરમાં 8 ઇંચ એ સિવાય પીએચસી સેન્ટરોના આંકડાઓ પર નજર કરવામાં આવે તો… જામનગર તાલુકાના વસઈમાં દોઢ ઇંચ, લાખાબાવળમાં 1 ઇંચ, મોટીબાણુંગારમાં 3 ઇંચ, ફલ્લા, જામવંથલી, ધુતારપુરમાં બે-બે ઇંચ જયારે અલીયાબાડામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. ધ્રોલના લતીપુરમાં 1 ઇંચ જાલીયાદેવાણીમાં 2 ઇંચ, લાલપુર તાલુકાના પીપરટોળામાં 2 ઇંચ, મોટાખડબામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.