Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના પટેલકોલોની જેવા પોશ ગણાતા વિસ્તારમાં ગતરાત્રીના સમયે બે દુકાનોના શટર તસ્કરોએ ઉંચકાવતા સવારે જયારે આ મામલાની જાણ દુકાનમાલિક સહિતને થતા પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવી છે,પટેલ કોલોની શેરી નંબર ૯ ના સાનિધ્ય કોમ્પ્લેક્ષ નીચે આવેલ એક મોબાઈલની જયારે બીજી રેફ્રીજરેટર પાર્ટસની દુકાનમાં તસ્કરોએ શટર ઊંચકાવ્યા છે.જયારે અન્ય બે દુકાનો જે ત્રણ દરવાજા ગ્રેઇન માર્કેટમાં આવેલ છે,તેમાં પણ તસ્કરોએ હાથફેરો કર્યો છે,આમ કુલ ચાર દુકાનોમાં એક જ રાતમાં તાળા તૂટ્યા છે,પણ આ મામલે હજુ પોલીસે તપાસ તજવીજ શરૂ કરી છે,અને ફરિયાદ બાદ જ કેટલી ચોરી થઇ તેનો ચોક્કસ આંક સામે આવી શકશે.કેટલી ચોરી થઇ કે પછી તસ્કરોને હાથ કાઈ નથી લાગ્યું તે હજુ સુધી તપાસ ચાલી રહી છે.