• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Saturday, May 17, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં આવતીકાલથી થશે અમલ, તમામ મુદાઓ વાંચો

રૂ.1 કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.5000 ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે. 

My Samachar by My Samachar
April 9, 2025
in ગાંધીનગર, ગુજરાત
Reading Time: 1 min read
A A
સ્ટેમ્પ ડ્યુટી એક્ટની સુધારેલી જોગવાઈઓનો રાજ્યમાં આવતીકાલથી થશે અમલ, તમામ મુદાઓ વાંચો
Share on WhatsAppShare on FacebookShare on Twitter

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની ઘણી જોગવાઈઓમાં સુધારા-વધારા કર્યા છે. આ સુધારાઓમાં પ્રજાલક્ષી દરોનો ઘટાડો કરવા સાથે વહીવટી સરળતા અને સુગમતા વધારીને સ્ટેમ્પ ડ્યુટી એક્ટના અસરકારક અમલ માટેનો અભિગમ રાખવામાં આવ્યો છે. સ્ટેમ્પ ડ્યુટી એક્ટની આ સુધારેલી જોગવાઈઓ રાજ્યમાં આવતીકાલ ૧૦મી એપ્રિલ, ૨૦૨૫, ગુરુવારથી અમલી થશે.

રાજ્યના મહેસૂલ વિભાગે સ્ટેમ્પ ડ્યુટી એક્ટની જોગવાઈઓમાં જે સુધારા-વધારા કર્યાં છે તેમાં કરવામાં આવેલી જોગવાઈઓ મુખ્યત્વે આ મુજબ છે

*વડીલોપાર્જિત મિલકતના કિસ્સામાં અવસાન પામેલી પુત્રીના વારસદારો દ્વારા કરવામાં આવતાં હક્ક કમીના ડોક્યુમેન્ટ રૂ.૨૦૦ની સ્ટેમ્પ ડ્યુટી વાપરીને કરી શકાશે.

*રૂ.૧ કરોડ સુધીની લોનની રકમ ઉપર મહત્તમ રૂ.૫,૦૦૦/-ની મર્યાદામાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

*રૂ.૧૦ કરોડથી વધુ રકમની લોન અંગે કરવામાં આવતાં ગીરોખત/હાઇપોથીકેશનના ડોક્યુમેન્ટ ઉપર મહત્તમ રૂ.૮,૦૦,૦૦૦/-ની ડ્યુટીની હાલની જોગવાઇમાં વધારો કરીને તે રૂ.૧૫,૦૦,૦૦૦/- કરવામાં આવી છે. પરંતુ, એક કરતાં વધારે બેંકો પાસેથી જ્યારે લોન લેવામાં આવતી હોય તો તેવા કિસ્સામાં સરચાર્જ સિવાય મહત્તમ રૂ.૭૫,૦૦,૦૦૦/- સુધીની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

*વધારાની જામીનગીરીના કિસ્સામાં હવેથી ફિક્સ રૂ.૫,૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની રહેશે.

*ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા કિસ્સામાં જો અરજદાર સામેથી ડ્યુટી ભરવા આવે તો ડોક્યુમેન્ટથી તારીખથી માસિક બે ટકાના દરે, પરંતુ મહત્તમ ખૂટતી ડ્યુટીની ચાર ગણી રકમ વસૂલ કરવામાં આવશે.

*તે જ રીતે, સ્ટેમ્પ ડ્યુટીવની ચોરી જો તંત્ર દ્વારા પકડવામાં તો તેવા કિસ્સામાં માસિક ૩ ટકાના દરે પરંતુ મહત્તમ ૬ ગણી સુધી દંડની રકમ વસૂલ લેવાની જોગવાઇ કરવામાં આવી છે.

*એક વર્ષથી ઓછા સમયગાળાના ભાડા પટ્ટાના ડોક્યુમેન્ટ ઉપર સરેરાશ વાર્ષિક ભાડાની રકમના ૧%ની જગ્યાએ હવે રાજ્ય સરકારે રહેણાંક(રેસિડેન્સિયલ) માટે ફિક્સ રૂ.૫૦૦/- અને વાણિજ્ય(કોમર્શિયલ) માટે રૂ.૧૦૦૦/-ની ડ્યુટી ભરપાઇ કરવાની જોગવાઇ કરી છે.

*ગીરોખતના કિસ્સામાં જો બેંકો/નાણાંકીય સંસ્થાઓ દ્વારા ડોક્યુમેન્ટ કરી તેના ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરાવવામાં નહિ આવે, તો તેવા કિસ્સામાં આવા ડોક્યુમેન્ટ સંબંધે ડ્યુટી ભરપાઇ કરવાની જવાબદારી બેંકો/નાણાંકીય સંસ્થાઓની રહેશે.

*ઉપરાંત, અસલ લેખ (ઓરિજિનલ ડોક્યુમેન્ટ)ની ગેરહાજરીમાં ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઇ કરી હોય તેવા ડોક્યુમેન્ટની નકલ ઉપર પણ ડ્યુટી વસૂલ કરી શકાશે તેવી જોગવાઇ પણ આ એક્ટમાં  કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ની જોગવાઇઓમાં કરાયેલા આ સુધારા ઉપરાંત અન્ય સુધારા-વધારા પણ કરવામાં આવ્યા છે. આ ડ્યુટીમાં સુધારા વધારા મૂળ ડ્યુટી માટે કરવામાં આવેલા છે. તેમાં કાયદાની જોગવાઇઓ મુજબ વધારાની ડ્યુટી (સરચાર્જ) પણ લેવાપાત્ર થશે. આના જોગવાઈઓથી ઉધોગકારો તેમજ હાઉસીંગ લોનધારકોને નાણાંકીય બોજમાં ઘટાડો થાય તેવો સરકારે પ્રયત્ન કર્યો છે. વડીલોપાર્જિત મિલકતમાંથી હક્ક કમી કરવાના કિસ્સામાં ઉપસ્થિત થતાં અર્થઘટનના પ્રશ્નોના નિવારણ તથા કાયદાની જોગવાઇઓ સંબંધે ઉપસ્થિત થતાં કોર્ટ મેટર્સ-લીટીગેશન્સમાં ઘટાડો થાય તે માટે આ નવા સુધારા કરવામાં આવ્યાં છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

ક્યા જીલ્લામાં કેટલા હથિયાર પરવાના વિધાનસભામાં વિગતો જાહેર થઇ

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

May 16, 2025
ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

રાશનકાર્ડધારકોને 2 મહિનાનું અનાજ એકસાથે…

May 16, 2025
જન્મ-મરણના દાખલાઓમાં હવે ફેરફાર સરળ બન્યા…

જન્મ-મરણની વિલંબિત નોંધ બાબતે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો

May 16, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

May 16, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

ક્યા જીલ્લામાં કેટલા હથિયાર પરવાના વિધાનસભામાં વિગતો જાહેર થઇ

ગુજરાતમાં ધડાધડ રદ્દ થઈ રહ્યા છે હથિયાર પરવાના..!

May 16, 2025
ખેડૂતે રૂપિયા 6 લાખનાં ઘઉં સરકારને આપ્યા, સરકાર નાણાં ચૂકવતી નથી !

રાશનકાર્ડધારકોને 2 મહિનાનું અનાજ એકસાથે…

May 16, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®