Mysamachar.in-જામનગર:
ઉતર ભારત જમ્મુ-કશ્મીરમાં આ વર્ષે ગત વર્ષ કરતા વધુ હિમ વર્ષા વચ્ચે વહેલી શરૂઆત થઈ જતા આબુમાં નક્કી તળાવ બરફમાં ફેરવાઇ ગયું છે અને ગુજરાતમાં પણ ઠંડીનો ભારે પ્રકોપ જોવા મળી રહ્યો છે,કચ્છના નલીયામા દર શિયાળામાં ૭ ડિગ્રી આસપાસ સામાન્ય તાપમાન રહે છે,પરંતુ આ વર્ષે સીધો તાપમાનનો પારો ગગડીને ૫ ડિગ્રી પર આવી ગયો છે,
તેવામાં જામનગરમાં બે દિવસથી કાતિલ પવન સાથે ઠંડી વધતા જનજીવન પર અસર જોવા મળી છે,જેના કારણે સ્કૂલે જતા બાળકો તેમજ કામ-ધંધે જતાં લોકો ભારે ઠંડીમાં ઠૂઠવાતા જોવા મળી રહ્યા છે,તેવામાં ગઇકાલે જામનગર તાપમાનનો પારો ૧૧.૫ ડિગ્રી હતો,તેની સામે આજે તાપમાનનો પારો સીધો ગગળીને લઘુતમ તાપમાન ૯.૫ ડિગ્રી સુધી નીચે ગયું છે અને ગુરુતમ તાપમાન ૨૪.૨ હોય પવનની ગતિ ૧૨.૯ કિમી/કલાક તેમજ ભેજનું પ્રમાણ ૬૬% જેવુ રહેતા જામનગરમાં કાતિલ ઠંડીના કારણો આજે જનજીવન ઠપ્પ થઈ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે,
જાણકારોના મતે જામનગરમાં વર્ષો બાદ આ વર્ષે વધુ ઠંડી હોય ૯.૮ ડિગ્રી સુધી પારો નીચે ગયો છે જેની સીધી જ અસર જનજીવન પર જોવા મળી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.