Mysamachar.in-વડોદરાઃ
બૂટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવાના અનેક નુસખા તમે સાંભળ્યા કે વાંચ્યા હશે, વધુ એક ભેજાબાજ બૂટલેગરો લાખો રૂપિયાના દારૂની હેરાફેરી કરે એ પહેલા જ પોલીસે પકડી પાડ્યો છે.આ વખતે વડોદરામાં ભુતડીઝાંપા પાસે આવેલા બાળ રિમાન્ડ હોમ પાસેથી વિદેશી દારૂ ભરેલા ટ્રેલરને રોકી તેમા તપાસ કરી તો સિમેન્ટની ગુણી પાછળ 425 પેટી દારૂ સંતાડેલો હતો જેની કિંમત 14.45 લાખ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, વધુ તપાસમાં જાણવા મળ્યું કે આ દારૂનો જથ્થો કાસમઆલા કબ્રસ્તાન પાસે રહેતા બુટેલેગર અકબર કાદરમીયા સુન્ની તેમજ હશન ઉર્ફ જાંજર કાદરમીયા સુન્નીએ હરીયાણાથી મંગાવ્યો હતો. પોલીસે બૂટલેગર બંધુઓ તેમજ ટ્રકના ચાલક અને ક્લિનરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.