Mysamachar.in-દીવ:
૩૧ ડિસેમ્બર નજીક છે ત્યારે દીવમાં પ્રવાસીઓનો મોટો ધસારો જોવા મળશે અને મોટા ભાગે ફેમેલીને બાદ કરતાં પીવાના શોખીનો ૩૧ ડિસેમ્બર ઉજવવા દીવની સહેલગાહે પહોંચશે,ત્યારે અમુક તો એટલું પી જતા હોય છે કે તેને બોલવાનું કે ગાડી ચલાવવાનું પણ ભાન રહેતુ નથી,એવામાં દીવના ધોધલા પુલ પર નશાની હાલતમા કાર પરથી કાબુ ગુમાવતા એક અકસ્માત સર્જાયો છે,
જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદનો એક કાર ચાલક નશામા ચુર હોય કારના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કારનુ વ્હીલ ફાટી જતા કાર પુલની સેફટી રેલીંગ સાથે અથડાઈ હતી.ત્યારે સદનસીબે કાર ચાલક અને તેમની સાથે અન્ય બે વ્યક્તિઓને કોઈ જ ઈજા પહોંચી ન હતી.દીવ પોલીસે અમદાવાદના કાર ચાલક વિરુધ્ધ ડ્રીંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં કારની સ્થિતિ કેવી થઈ ગઈ તે જોવા ઉપરનો VIDEO ક્લીક કરો.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.