Mysamachar.in-જામનગર
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી 2021 અંતર્ગત થયેલ મતદાનની મતગણતરી આવતીકાલ તા.23/02/2021 ના રોજ હરીયા કોલેજ, ઈન્દિરા માર્ગ ખાતે સવારના 9 વાગ્યાથી શરૂ કરવામાં આવશે, મતગણતરી કેન્દ્ર ખાતે દરેક ચૂંટણી અધિકારીને પોતાના વોર્ડ વાઈઝ સ્ટ્રોંગરૂમ તેમજ કાઉન્ટીંગ હોલની ફાળવણી કરવામાં આવેલ છે જેની વિગતો નીચે મુજબ છે.
-ગ્રાઉન્ડ ફલોર ૫૨ વોર્ડ નંબ૨ 5 થી 8 ના ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), જામનગર માટે સ્ટ્રોંગરૂમ તેમજ કાઉન્ટીંગ હોલની વ્યવસ્થા છે.
-ફર્સ્ટ ફલોર ઉપ૨ વોર્ડ નંબર 1 થી 4 ના ચૂંટણી અધિકારી અને સુપ્રિટેન્ડન્ટ કમ લેન્ડ રેકર્ડ એકત્રિકરણ અધીકારી જામનગર માટે સ્ટ્રોંગરૂમ તેમજ કાઉન્ટીંગ હોલની વ્યવસ્થા છે.
-ફર્સ્ટ ફલોર ઉપ૨ વોર્ડ નંબર 9 થી 12 ના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી, જામનગર માટે સ્ટ્રોંગરૂમ તેમજ કાઉન્ટીંગ હોલની વ્યવસ્થા છે.
-સેકન્ડ ફલોર ઉપ૨ વોર્ડ નંબ૨ 13 થી 16 ના ચૂંટણી અધિકારી અને પ્રાન્ત અધિકારી, જામનગ૨(શહે૨) માટે સ્ટોંગરૂમ તેમજ કાઉન્ટીંગ હોલની વ્યવસ્થા છે.
-દરેક મતગણતરી હોલ ખાતે કુલ 14 મતગણતરી ટેબલની વ્યવસ્થા કરવામાં આવેલ છે એટલે પ્રથમ રાઉન્ડમાં કુલ 14 મશીનની ગણતરી કરવામાં આવશે. પ્રથમ રાઉન્ડ સવારે 9:00 કલાકે શરૂ થશે.
-પ્રથમ રાઉન્ડમાં વોર્ડ નં. 1,5,9 અને 13 ની ગણતરી કરવામાં આવશે. તેથી આજ વોર્ડનાં ઉમેદવારો તેમજ તેમના એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે.
-ઉકત તમામ વોર્ડની મતગણતરી પૂર્ણ થઈ ગયા બાદ આ ઉમેદવારો તથા એજન્ટોએ મતગણતરી સેન્ટર છોડી દેવાનું રહેશે.
-ત્યાર બાદ વોર્ડ નં. 2,6,10 તથા 14 ની મતગણતરી શરૂ કરવામાં આવશે. તે પ્રમાણે જ મતગણતરી હોલમાં ઉમેદવારો તથા એજન્ટોને પ્રવેશ આપવામાં આવશે.
-દરેક ચૂંટણી અધિકારીને તેમના વોર્ડ આધારિત ઉમેદવારોનાં એજન્ટો તેમજ મતગણતરી સ્ટાફ માટેનાં ઓળખપત્ર માં કલર કોડ આપવામાં આવેલ છે. તે મુજબનાં ઓળખપત્ર પહેરેલા એજન્ટો તેમજ સ્ટાફને મતગણતરી હોલમાં પ્રવેશ આપવામાં આવશે.
-મતગણતરી હોલ ખાતે મતગણતરી હોલ ઈનચાર્જ, મતગણતરીદાર, મદદનીશ મતગણતરીદા૨ તેમજ અન્ય સહાયક કર્મચારીઓ મળીને કુલ 450 જેટલા કર્મચારીઓને ફરજ સોંપવામાં આવેલ છે.
-મતગણતરી કેન્દ્ર ખાતે પુરતા પોલીસ બંદોબસ્ત માટે ડી.વાય.એસ.પી., પોલીસ ઈન્સ્પેકટર, પોલીસ સબ ઈન્સ્પેકટર સહિતના કુલ 429 પોલીસકર્મીઓ બંદોબસ્ત માટે રોકાયેલા રહેશે.
-મતગણતરી કેન્દ્ર ખાતે કોવિડ–19 ના પ્રોટોકોલ્સ પ્રમાણેની આરોગ્યને લગતી તમામ સાવચેતીઓ માટે હેન્ડ ગ્લોઉસ, સેનેટાઈઝ૨, માસ્ક, થર્મલ ગન વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
-મતગણતરી હોલ ખાતે કોઈ પણ પ્રકારનાં મોબાઈલ કે ઈલેકટ્રોનીકસ ગેઝેટ વા૫૨વા ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ છે.