Mysamachar.in-જામનગર:
વિદેશમાં વસવાટ કરતાં NRI યુવક સાથે લગ્ન કરનાર યુવતીઓ સાથે વિશ્વાસઘાત કરીને તરછોડી મૂકવાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે, તેવામાં વધુ એક વખત જામનગરની યુવતી NRI યુવક સાથે લગ્ન કર્યા બાદ છેતરપીંડીનો ભોગ બની હોવાનો ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે,
જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે રહેતા અને જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખામાં ફરજ બજાવતા લક્ષ્મણભાઈ ભાટીયાએ પોતાની પુત્રી મનીષાના લગ્ન રાજકોટ જિલ્લાના ઉપલેટા ગામે રહેતા મેહુલ ગોવિંદભાઇ સુવા સાથે કરાયા હતા,
મેહુલ અમેરિકાના વિઝા ધરાવીને અમેરિકા વસવાટ કરતો હોય ઉપલેટા આવીને જામનગરની મનીષાને અમેરિકા લઈ જવાનું નક્કી કરીને સમાજના રીત-રિવાજ મુજબ બંનેના લગ્ન કરવામાં આવ્યા હતા,ત્યારબાદ મેહુલ સુવા લગ્ન બાદ યુવતી મનીષાબેનના માવતર તરફથી મળેલા દહેજ પેટે રોકડા રૂપિયા વગેરે પડાવીને અમેરિકા જતો રહ્યો હતો,
ટૂંકા લગ્ન જીવન બાદ મનીષાબેનને અમેરિકા લઈ જવા માટે અનેક વાયદાઓ કરીને ઉપલેટા ખાતે છોડીને અમેરિકા જતો રહ્યો હતો, ત્યારબાદ સાસુ દ્વારા ત્રાસ આપવામાં આવતા મનીષાબેન જામનગર માવતરે રહેવા આવ્યા હતા અને પતિ સાથે વારંવાર અમેરિકા લઈ જવા માટે વાતચીત થવા છતા કોઈ જવાબ ન મળ્યો હતો અને વિઝા અંગેની તપાસ કરાવ્યા બાદ મનીષાબેનના અમેરિકા જવાના વિઝાની અરજી પણ રદ કરી નાખવામાં આવી હોવાની ભોગ બનનાર યુવતી મનીષાબેનને ખબર પડતાં ભારે આઘાત વચ્ચે પોતે NRI યુવકની છેતરપીંડીનો ભોગ બન્યાનો અહેસાસ થતાં મામલો પોલીસ સુધી પહોંચી ગયો છે,
જામનગરના પોલીસકર્મીની પુત્રીએ NRI મેહુલ સુવા અને લક્ષ્મીબેન સુવા વિરુધ્ધ આઈ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૪૯૮(એ) હેઠળ જામનગર સીટી-બી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે,
આમ મૂળ ભારતીય અને અમેરિકા વસવાટ કરતાં NRI યુવક સાથે લગ્ન કરનાર વધુ એક યુવતી છેતરપીંડીના ભોગ બન્યાનો લાલબત્તી ધરતો કિસ્સો સામે આવતા ચકચાર જાગી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.