mysamachar.in-કાલાવડ
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં વધુને વધુ ઉદ્યોગ સ્થપાય અને રોજગારીની તકો પૂરી પાડી શકાય તે માટે પ્રોત્સાહન આપીને તેની પાછળ કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે, તેવામાં સરકારના જ તંત્ર દ્વારા બેદરકારી રાખીને આ નાણાંનો કેવો વેડફાટ કરીને કથિત ગેરરીતિ આચરવામાં આવી છે.. તેનો નમૂનો કાલાવડ નિર્માણ પામેલ G.I.D.C.પરથી મળી રહેતા સરકારમાં પારદર્શક વહીવટની પોલ ખુલવા પામી છે,
જનતા જાણીને ચોંકી જશે કે,કાલાવડ G.I.D.C.ના નિર્માણ પાછળ સરકારેએકાદ કરોડ નહિ પણ અધધ..કહી શકાય તેટલા ૧૪ કરોડ ઉપર ફંડ વાપરીને G.I.D.C.ઊભી કરવામાં આવી છે, જેમાં રોડ,પાણીની લાઇન,લાઇટ,કમ્પાઉન્ડ વોલ પાછળ ૧૪ કરોડ વાપરવા છતાં કામ સંતોષકારક થવા પામ્યું ન હોવાના અહેસાસ વચ્ચે ફરિયાદ ઉઠવા પામી છે,
૩૧ હેક્ટરમાં બનાવવામાં આવેલ કાલાવડ G.I.D.C.નું કામ વર્ષ ૨૦૧૬માં શરૂ કરી ૨૦૧૭ના અંત સુધી આશરે દોઢ વર્ષના ગાળામાં જ તાબડતોબ પૂર્ણ કરી નાખવામાં આવ્યું છે,ત્યારે આ કામો સામે અનેક સવાલો થયેલ કામો ને લઈને ઊભા થયા છે,
જામનગર G.I.D.C.એરિયાની કચેરી હેઠળ કાલાવડમાં G.I.D.C.નું કામ નિર્માણ થયેલ છે અને જામનગર ખાતે G.I.D.C.પોતાના બાંધકામ વિભાગના નાયબ કાર્યપાલક કક્ષાના અધિકારીની દેખરેખ નીચે આ કામ કરાયું હોવાનું જાણવા મળે છે,ત્યારે ચોક્કસ સવાલો ઉઠે છે,સરકાર દ્વારા કાલાવડ G.I.D.C. બનાવવા પાછળ ૧૪ કરોડ રૂપિયા વાપરી નાખવા છતા શા માટે નબળી કામગીરી ચલાવી લેવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે,
તેવામાં કાલાવડ G.I.D.C.માં હાલ ઉદ્યોગકારોને પણ પ્લોટની ફાળવણી કરવામાં આવી રહ્યા છે,ત્યારે ધંધો શરૂ પણ નથી થયો.. ત્યાજ નબળા કામના કારણે કથિત ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગતા ક્યાકને ક્યાક ઉદ્યોગકારોના મનમાં ભારે કચવાટની લાગણી ફેલાઈ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.