વ્યક્તિ એક વખત વ્યાજના વિષચક્ર માં ફસાઈ જાય બાદમાં તેનું બહાર નીકળવું ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે..અને જીવ આપી દેવા સુધીની પણ ક્યારેક નોબત આવી જવાના તો અનેક કિસ્સાઓ મૌજૂદ છે..એવામાં જામનગરમાં પણ વ્યાજખોરો નો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી ફૂલીફાલી રહ્યો હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે..
જામનગરના નાગનાથ ગેઈટ પાસે વણકરવાસમાં રહેતા નિતેશ દેવજીભાઈ પરમાર નામના યુવક એ આજથી ત્રણેક વર્ષ પહેલા પિતા દેવજીભાઈ ની બીમારી ને લઈને જરૂરિયાત ઉભી થતા ના છુટકે વ્યાજે પૈસા ધીરનાર નો સંપર્ક થયો અને નવગામા ઘેડ માં રહેતા રાકેશ પરમાર પાસેથી ૩૦% વ્યાજે રૂપિયા ચાર લાખ મેળવ્યા હતા.અને બાદમાં રોકડ વ્યાજ અને ચેક આપેલ હોવા છતાં ફરિયાદી નિતેશ પાસે વધુ રકમ પડાવવા છેલ્લા બે વર્ષથી રાકેશ પરમાર ઉપરાંત મહેશ પરમાર,કરશન પરમાર,હિતેશ પરમાર,કારોભાઈ,ઝાલાભાઇ ફાયનાન્સવાળા સહીત છ ઇસમો અવારનવાર ધાકધમકીઓ આપતા હતા..
બે વર્ષમાં અવારનવાર જાતિપ્રત્યે અપમાનિત થવાનો સીલસીલો અને જાનથી મારી નાખવાની ધમકીઓ થી કંટાળી ગયેલ નિતેશ એ બે દિવસે પૂર્વે ઝેરી દવા પી આત્મહત્યાની કોશીસ કરતાં તેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ આ મામલે છ શખ્સો સામે મનીલોન્ડરિંગએકટ,એટ્રોસિટી એકટ,જાનથી મારી નાખવાની ધમકી સહીત ની કલમો હેઠળ સીટી બી ડિવીજન પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા ડીવાયએસપી એસસીએસટીસેલ દ્વારા આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે..આ મામલે પોલીસ ફરિયાદ તો નોંધાઈ પણ ખરેખર ચોક્કસ ધારાધોરણ મુજબ નાણા ધીરવાના લાયસન્સ વિના પણ શહેરમાં મજુરવર્ગ સહિતના લોકોને ઉંચા વ્યાજે નાણા ધીરવાનો ધીકતો ધંધો કરતાં વ્યાજખોરો સામે આકરા પગલા લેવાય તે પણ જરૂરી બન્યું હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે..