Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે દુઃખદ ઘટના સામે આવી છે જેમાં દરજીકામ કરતા એક યુવકે મકાનની લીધેલ લોન અને પોતે કરી રહ્યો તે ધંધામાં સતત મંદીને કારણે ટેન્શનમાં જ વાડીએ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાની ઘટના સામે આવી છે તેની વિગતો એવી છે કે..
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના પીપરટોડા ગામે વસવાટ કરતા બીપીન રામજી વસોયા નામના 41 વર્ષીય યુવક જે પોતે દરજીકામ કરતા હોય જેને થોડા સમય પૂર્વે જ મકાનની લોન લીધેલ હતી લોન તો લીધી પણ માઠી એવી બેઠી કે ધંધામાં પણ મંદી આવી જતા મૃતક બીપીન વસોયા સતત ટેન્શનમાં રહેતા ટેન્શનમાં અને ટેન્શનમાં જ તેણે તેમની વાડીએ ગળેફાંસો ખાઈ લઇ જિંદગી ટૂંકાવી લીધી હોવાનું લાલપુર પોલીસ મથકે મૃતકના ભાઈએ જાહેર કર્યું છે.(symbolic image source:google)