Mysamachar.in-જામનગર
આગામી પાંચ દિવસ જામનગર સહીત સમગ્ર રાજ્ય માટે ભારે વરસાદના છે, આવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે, જેને પગલે એલર્ટ રહેવા તંત્ર દ્વારા લોકોને તાકીદ પણ કરાઈ છે, આ પાંચ દિવસો દરમિયાન જામનગર સહીત સમગ્ર રાજ્યમાં ગમે ત્યારે ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા તા.27-09-2021ના રોજ 16:30 કલાકે પ્રસિધ્ધ કરવામાં આવેલ વેધર ફોરકાસ્ટ બુલેટીન મુજબ તા.28-09-2021 થી શરૂ કરી આગામી 5 દિવસ દરમ્યાન જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજયમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
જેથી ભારે વરસાદના કારણે જિલ્લાના જળાશયોના લો-લાઈગ એરીયામાંથી તેમજ અન્ય નિચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાપાત્ર થતા હોય તેવા વિસ્તારોમાં સ્થળાંતર માટેની પૂર્વ તૈયારી અગાઉથી જ કરવી તથા નદીપટ્ટ વિસ્તારમાં તેમજ ડેમની આજુબાજુનાં વિસ્તારમાં અવરજવર ન થાય તેની તકેદારી રાખવા તેમજ ઓવરટેપીંગ વાળા રસ્તા પર બેરીકેટીંગ કરવા અને સતર્કતાનાં તમામ પગલાં લેવા જાણ કરવામાં આવે છે. આ દરમ્યાન કોઈ દુર્ઘટના બનાવ બને તો તેની તાત્કાલીક જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમ ખાતે ફોન નં.0288 2553404 ઉપર જાણ કરવી અને તમામ અધિકારીઓએ હેડ કવાર્ટરમાં હાજર રહેવું.
-જામનગર જિલ્લામાં સાંજે 2 કલાકમાં 4 થી 6 ના વરસાદના આંકડા
-કાલાવડ 27 મીમી
-જામનગર 35મીમી
-જોડીયા 27મીમી
-ધ્રોલ 29મીમી