mysamachar.in-જામનગર:
જામનગર સહિત જિલ્લામાં આજે અને આવતી કાલે તા.10 સુધીમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે જિલ્લાના તંત્રને એલર્ટ કરવામાં આવેલ છે ત્યારે જામનગર જિલ્લામાં અપુરતા વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જન્મી હતી અને પાક નિષ્ફળ થવાના ભય વચ્ચે વરસાદ પાડવાની ખેડૂતો કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારથી જામનગર સહીત જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે છુટોછવાયો વરસાદ પડી રહ્યો છે અને જામનગર જિલ્લામાં વરસાદી વાતાવરણ બંધાતા ખેડૂતોમાં આનંદ છવાયો છે
હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હોય જિલ્લા કલેકટર તંત્ર દ્વારા તમામ વિભાગોને ચેતવણી આપીને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે
વધુમાં જામનગર જિલ્લામાં અપૂરતા વરસાદના કારણે 26 ડેમો પૂરતા ભરાયા પણ નથી અને ખેડૂતોએ ખાસ કરીને મગફળી અને કપાસનું વાવેતર કરેલ હોય ઓછો વરસાદ પાડવાના કારણે પાક નિષ્ફ્ળ જાય તેમ છે આવા સંજોગોમાં જામનગર જિલ્લામાં વરસાદી માહોલ થતા ખેડૂતોમાં રાહતની લાગણી છવાય છે અને કાલ સુધીમાં મેઘરાજા મહેર કરે તો જામનગર જિલ્લામાં મગફળી અને કપાસના વાવેતરને જીવતદાન તો મળશે.