• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Sunday, July 6, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

રમતગમતથી સમરસતા ખીલે છે, સાંસદ પૂનમબેન માડમ

My Samachar by My Samachar
May 26, 2023
in જામનગર
Reading Time: 1 min read
A A
રમતગમતથી સમરસતા ખીલે છે, સાંસદ પૂનમબેન માડમ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:જામનગર

રમતગમત થી સમરસતા ખીલે છે તેમ જામનગર અને દ્વારકા જીલ્લાના સાંસદ પૂનમ માડમએ એક મેગા ચેમ્પીયનશીપ ઇવેન્ટ ને ખુલ્લો મુકતા જણાવ્યુ છે, યુવા શક્તિના વિકાસ દ્વારા રાષ્ટ્ર નિર્માણનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ધ્યેય છે અને યુવાઓ માટે યુનિવર્સિટી ગેઇમ ખેલો ઇન્ડીયા પણ તેમને તારીખ 25 ના જ ખુલ્લો મુક્યો અને યોગાનુયોગ જામનગરમા પણ તારીખ 25 ના જ ત્રિદિવસીય સ્ટેટ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ સાંસદ પૂનમબેને પ્રારંભ કરાવી છે,

આ ચેમ્પીયનશીપ સ્વ.એચ.આર.માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા પ્રાયોજીત છે ત્યારે ટ્રસ્ટના પ્રમુખ તરીકે તેમને શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહી સૌ તરવરીયા ખેલાડીઓને આવકારી ઉત્સાહ વધાર્યો તેમજ રમતગમત જેવા સમરસતાની તક પ્રદાન કરતા શ્રેષ્ઠ આયોજન બદલ જહેમત ઉઠાવનાર ગુજરાત સ્ટેટ અને જામનગર જિલ્લા બાસ્કેટબોલ એસો.ને બિરદાવ્યા હતા. ત્યારે અભ્યાસુઓના મત મુજબ સ્વ.હેમતભાઇ રામભાઇ માડમ મેમો. ટ્રસ્ટના પ્રમુખ અને જામનગર દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ ટ્રસ્ટના નેજા હેઠળ દાયકા કરતા વધુ સમયથી અવિરત આરોગ્ય-અબોલજીવ અને શિક્ષણ સેવાઓની જેમ જ ક્રિકેટ સહિતની ટુર્નામેન્ટ ને અને સ્પર્ધકોને સ્ટેટ-નેશનલ રમવા જવા મદદ કરતા રહ્યા છે સ્પોન્સર કરતા રહ્યા છે. જેથી હાલારના બંને જિલ્લાના અનેક ખેલાડી જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ઝળક્યાના અહેવાલો છે આ તકે સાંસદ પૂનમબેન એવુ કહેતા હોય છે કે દીકરા દીકરીઓના સર્વાંગી વિકાસ અને તેમા સ્પોર્ટસમેન સ્પીરીટ ખીલવવા મદદ કરવી એ તો રાષ્ટ્રની સેવા છે અને એ સેવા અવિરત રાખવાની મને તક મળતી રહે છે.

તા.25 થી 28 મે સુધી જામનગર શહેરની સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે જામનગર ડિસ્ટ્રિકટ બાસ્કેટબોલ એશોસીએશન દ્વારા આયોજિત તથા એચ.આર.માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા પુરસ્કૃત રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. જે ટુર્નામેન્ટનો સાંસદ પૂનમબેન માડમે પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે ટુર્નામેન્ટ અંગેની ઝીણવટભરી વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે જામનગર રમતગમત ક્ષેત્રે ખૂબ જ આગળ પડતું શહેર છે. તેમજ જામનગરવાસીઓ આ પ્રકારના આયોજનોને ખૂબ જ ઉત્સાહથી વધાવે છે. યુવાઓએ જીવનમાં અવશ્ય કોઈ સ્પોર્ટને પસંદ કરી તેને જીવનનો અભિન્ન હિસ્સો બનાવવો જોઈએ. આવી સ્પર્ધાઓના માધ્યમથી જ આપણને શ્રેષ્ઠતમ ખેલાડીઓ પ્રાપ્ત થાય છે. જામનગરના આંગણે આ સ્પર્ધાના માધ્યમથી સમગ્ર ગુજરાત સમરસતાથી એક તાંતણે જોડાશે તેમ પણ સાંસદએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના આંગણે સૌપ્રથમ વાર યોજાવા જઈ રહેલ આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 400 જેટલા ખેલાડીઓ ભાગ લેશે.જેમાં ભાઈઓની ટુર્નામેન્ટ માટે ગૃપ ‘એ’ માં ભાવનગર, કચ્છ, મોરબી, ગૃપ ‘બી’ માં અમદાવાદ, જામનગર, સાબરકાંઠા, ગૃપ ‘સી’ માં વડોદરા, દેવભૂમિ દ્વારકા, સુરત, ગૃપ ‘ડી’ માં રાજકોટ, ભરૂચ, સુરેન્દ્રનગર જ્યારે ગૃપ ‘ઇ’ માં અમરેલી તથા આણંદની ટીમો જોડાશે.જ્યારે બહેનો માટે ગૃપ ‘એ’માં અમદાવાદ, દેવભુમિ દ્વારકા, જામનગર, ગૃપ ‘બી’ માં પાટણ, વડોદરા, મોરબી, ગૃપ ‘સી’ માં ભાવનગર, આણંદ, રાજકોટ, ગૃપ ‘ડી’ માં ભરૂચ, અમરેલી, સુરતની ટીમો જોડાઈ પોતાનું કૌવત દાખવશે. જામનગરના નાગરીકો સવારે 7.00 થી 11.00 તેમજ સાંજે 4.00 થી 9.00 કલાક દરમિયાન સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ ખાતે આ ટુર્નામેન્ટ નિહાળી શકશે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

JMCની દુકાનોની હરાજી: કોર્પોરેશનને રૂ. 6.25 કરોડની આવક..

July 5, 2025
જામનગરમાં ટ્રાફિક-પાર્કિંગ બાબતે અનેક સમસ્યાઓ મૌજૂદ…

જામનગરમાં તમામ વોર્ડનું થઈ શકે નવું સીમાંકન…

July 4, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

જામનગર જિલ્લાની 1,022 પ્રાથમિક શાળાઓમાં હવે, 12 શનિવાર ‘બેગલેસ’ અને ‘જોયફૂલ’…

કેરલેસ : જામનગરમાં શિક્ષણ વિભાગ ‘બેગલેસ’ દિવસ ઉજવી રહ્યો છે !

July 5, 2025
સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

સરપંચ સંમેલનમાં મુખ્યમંત્રીએ સરપંચોને ‘સાન’માં સમજાવી દીધું કે..

July 5, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®