mysamachar.in-જામનગર
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આજે જામનગર ખાતે એકતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં રાજ્યભરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી અને તેની સામે ભાવી રણનીતિ નક્કી કરવામાં આવી હતી,
આરોગ્ય વિભાગના કર્મચારીઓના મુખ્ય પડતર પ્રશ્નો પર નજર કરવામાં આવે તો આરોગ્ય કર્મચારીઓને ૦ કિલોમીટરે પી.ટી.એ આપવું,નવા મંજુર થયેલા રાજ્યના જિલ્લાઓમાં જીલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરવું,જીલ્લાકક્ષાની સુપરવાઈઝર ની ખાલી જગ્યાએ બઢતી આપવી,રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો,પંચાયત સેવાના કમ્પાઉન્ડરો ને નામાભિધાન ફાર્માસીસ્ટ કરવા,આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કર્મચારી ગણવા,પગાર વિસંગતતાવગેરે સહીત અનેક પડતર મુદાઓની આજે વિસ્તૃત ચર્ચાઓ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ના પ્રમુખ કિરીટસિંહ ચાવડા ના અધ્યક્ષતામાંમા મળેલ આ એકતા સંમેલનમાં કરવામાં આવી હતી,કિરીટસિંહ ચાવડા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ કે સરકાર અમારી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવે અન્યથા આવનાર સમયમાં આંદોલનત્મક કાર્યક્રમો પણ કર્મચારીઓ ને આપવાની ફરજ પડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું,
આજે મળેલ આ રાજ્યકક્ષાના સંમેલનમાં તમામ જિલ્લાઓમાંથી અંદાજે ૧૫૦૦ જેટલા કર્મચારીઓ મહાસંમેલનમાં જોડાયા હતા,અને પોતાની માંગ ને આગામી દિવસોમાં બુલંદ કરવાનું રણસિંગુ જામનગર થી ફૂંકવામાં આવ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.