Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત ને સતત વધી રહ્યા હોય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ પેટ્રોલ-ડિઝલના ભાવ મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડિઝલ સિવાયના અન્ય ઉત્પાદનોના ભાવમાં સ્થિરતા છે. થોડા દિવસોમાં આ ભાવ કાબૂમાં આવી જશે. પેટ્રોલ-ડિઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડના ભાવોના કારણે વધ્યા છે.