Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના વોર્ડ નં. 3 ના ભાજપના કોર્પોરેટર અને પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન સુભાષ જોષી આ વિસ્તારના લોકોમાં 108 નું બિરુદ ધરાવે છે. કોઈપણ સુખદુઃખનો પ્રસંગ હોય હંમેશા પરિવારની માફક વોર્ડના લોકો સાથે રહેતા સુભાષ જોશી આ વિસ્તારના લોકોમાં એક અનોખું સ્થાન ધરાવે છે. સુભાષ જોશી દ્વારા ગત રવિવારે સતત ત્રીજા વર્ષે વિશ્વકર્મા બાગ ખાતે વોર્ડ નં. 3 ના ધોરણ 10 અને 12ના તમામ ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં 480 વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવેલ.
આ પ્રસંગે ખાસ સ્વામીનારાયણ મંદિર બેડી ગેઇટના પ.પૂ. મહંતશ્રી ચર્તુભુજ સ્વામીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલ. આ પ્રસંગે શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રાજકોટથી ખાસ પધારેલા રવિ ઈન્ફોટેકના અમુભાઈ ભારદીયા, જગદીશસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા, જામનગર શહેરના પ્રથમ નાગરીક મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્ના સોઢા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક્પક્ષ નેતા આશિષભાઈ જોષી, કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, ગોપાલ સોરઠીયા, અરવિંદ સભાયા, પરાગ પટેલ, હર્ષાબા જાડેજા, કેશુભાઈ માડમ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશન ડાંગર, ગુર્જર સુથાર જ્ઞાતિના પ્રમુખ રમણીકભાઈ ગોરેચા, ટ્રસ્ટી દિલીપભાઈ ભારદીયા (મામા), પૂર્વ મેયર દિનેશ પટેલ, હસમુખ જેઠવા, બીનાબેન કોઠારી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પૂર્વ પ્રમુખ હસમુખહિન્ડોચા, અશોક નંદા, મુકેશ દાસાણી, ડ્રીસ્ટ્રીક બેંકના ડાયરેક્ટર પ્રવિણસિંહ ઝાલા, શ્રીજી શીપીંગના મિતેષ લાલ, શિક્ષણ સમિતિના ચેરમેન મનિષ કનખરા, ઈન્દ્રદીપ સોસાયટીના પ્રમુખબિનાબેન સામાણી તથા દિપક સામાણી, ભાવેશ કાનાણી, પત્રકાર હિરેન ત્રિવેદી, રવિ બુધ્ધદેવ, જયેશ રૂપારેલીયા, ડોલર રાવલ, વિજય કોટેચા, જગતરાવલ, મહાનગરપાલિકાના શહેર સંગઠનના હોદેદારો , સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચંદન ઇન્સ્ટીટયુટના નૈમિષ ધ્રુવ, જૈનમ કલાસીસના વિમલ ફોફરીયાએ ખાસ જહેતમ ઉઠાવેલ તથા વોર્ડ નં. 3 ની સમગ્ર ટીમ તથા વિશાળ મિત્ર વર્તુળે કાર્યક્રમને સફળ બનાવેલ. કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ. કાર્યક્રમ પૂર્ણ થયે તમામ માટે સ્વરૂચી ભોજનનું આયોજન કરવામાં આવેલ અને તમામ મહેમાનઓએ પણ સુભાષભાઈ જોષી તથા સિધ્ધાંતભાઈ જોષીની આ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાની પ્રવૃતિઓને બિરદાવી હતી.