mysamachar.in-જામનગર
જામનગર તાલુકાની અલીયા (૨) બેઠક પરથી કોંગ્રેસપક્ષમાંથી ચૂંટાયેલા અને હાલ જામનગર જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ એ mysamachar.in ની ખાસ મુલાકાત લીધી,તેવો પોતાની મુલાકાત દરમિયાન ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ સાથે વાતચીત કરી અને જીલ્લાની અનેક બાબતો પર મુદાસર વાત કરતાં તેમના કાર્યકાળ દરમિયાન જીલ્લાપંચાયતમાં પારદર્શક વહીવટ સાથે ગ્રામીણ વિસ્તારના લોકો ને પણ સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે તેવો કોલ આપ્યો,
વશરામભાઈ રાઠોડએ જામનગર જીલ્લા પંચાયતમાં સિંચાઇ અને આરોગ્ય વિભાગમા સ્ટાફની મોટી ઘટ હોવાની વાત સ્વીકારી અને આ મામલે તેવો તેમના કાર્યકાળમાં શક્ય તેટલા તમામ પ્રયાસો કરવાની સાથે જ વધુમાં તેવો એ એમ પણ જણાવ્યું કે શહેરના લાખોટા તળાવના બ્યુટીફીકેશન પાછળ તંત્ર એ કરોડો રૂપિયા ખર્ચ્યા પણ ગામડાઓની સ્થિતિ એવી છે કે ગામડાઓ મા વર્ષો પૂર્વે બની ચુકેલા નાના ચેકડેમો ની મરામત કે જાળવણી પાછળ સરકાર નિરસ હોવાની સાથે વર્ષો જુના જ ચેકડેમો આજે પણ એમનેમ છે તેની સંખ્યામાં વધારો કરવા સરકારએ કોઈ વિચાર કર્યો નથી,વશરામભાઈ જણાવે છે કે ગ્રામીણ કક્ષાએ પાણીનો વપરાશ વધ્યો છે તેની સામે જે તે સ્થાનિક જળાશયો ની સ્થિતિ જેમની તેમ છે,તો વધી રહેલા વપરાશ ને પહોચી વળવા સ્થાનિક જળાશયો ની સ્થિતિ ૧૦ ગણી ક્ષમતા વધારવી જોઈએ,જેથી પાણીના પ્રશ્નોને ને ઉદભવતા મહદઅંશે અટકાવી શકાય,તો જિલ્લામાં પશુડોક્ટરો અને આરોગ્યકેન્દ્રો મા એમડી અને એમબીબીએસ તબીબોની ઘટ હોવાનો સ્વીકાર કરી અને તેના માટે સરકારમાં અને સ્થાનિક સ્તરે યોગ્ય રજૂઆત કરી અને તેમના ઉપપ્રમુખના કાર્યકાળ દરમિયાન આ ઘટ પૂર્ણ થાય અને લોકોને સુવિધા મળે તેવા પ્રયાસો નક્કર પરિણામ સાથે હાથ ધરવામાં આ
જામનગર જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા “કેળવણીની કેડી” પ્રોજેક્ટ અંર્તગત શિક્ષકોનો એક કલાક સમય વધારો કરવા સામે શિક્ષકો,જામનગર જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિત દ્વારા આ સમય વધારાનો કરવા અંગે રજુઆતો કરવામાં આવી હોય પણ જીલ્લાપંચાયતના ઉપપ્રમુખ કેળવણી ની કેડી પ્રોજેક્ટ ને સમર્થન કરતા જણાવે છે કે આ પ્રોજેક્ટમાં ભલે એક કલાક નો સમય વધે જેનાથી બાળકોના શિક્ષણ મા મોટો સુધારો આવશે તેમ પણ તેવો એ મુલાકાત ના અંતે જણાવ્યું હતું.
અલીયામા CHC અને ફલ્લામાં PHC નું મારૂ સ્વપ્ન
જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ એ કહ્યું કે મારૂ સ્વપ્ન છે કે અલીયાગામમાં હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તેને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે તો ફલ્લામાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જો શરૂ થઇ જાય તો સ્થાનિક લોકોને આરોગ્યક્ષેત્રમા મોટો ફાયદો થાય તેમ છે.